
રાષ્ટ્રીય વિમર્શ
June 8, 2025 at 02:30 AM
*વંદે માતરમ્ અને કેશવ*....
નાગપુર-મહારાષ્ટ્રમાં એક વિદ્યાલય નામ *નીલ સીટી હાઈસ્કુલ*. ત્યાં એક તેજસ્વી છાત્ર `કેશવ`.
[[આ કેશવ એટલે જ વર્ષ ૧૯૨૫માં *RSSની સ્થાપના કરનાર...ડૉ.કેશવરાવ બલિરામ હેડગેવાર.*]]
એના મનમાં દેશની ગુલામી પ્રત્યે આક્રોશ હતો. `વંદે માતરમ્ પર પ્રતિબંધ❓તેનું મન આ માટે માનતું નહોતું.`
કેશવે એના વિરોધમાં પોતાના મિત્રોની સહાયતાથી એક યોજના બનાવી.
શાળા નિરીક્ષક વિદ્યાલયના નિત્યક્રમ અનુસાર નિરીક્ષણ કરવા આવવાના હતા. આ સારો અવસર છે તેમ વિચારી સંબંધીત છાત્રોને ગુપ્તતાથી વાત પહોંચાડી. નિરીક્ષક મહોદયનું સ્વાગત આવી અનોખી રીતે કરવાના વિચારથી બધા ઉત્સાહિત હતા.
શાળાના મુખ્ય અધ્યાપક મહોદય કક્ષા નિરીક્ષકને લઈને નિરીક્ષણ માટે નીકળ્યા. તેમના સન્માનમાં બધા વિદ્યાર્થીઓ ઉભા થયા, આ અનુશાસનથી નિરીક્ષક પ્રભાવિત થયા.
પરંતુ.....આગળની જ ક્ષણે *વંદે માતરમ્* ના સામુહિક ઘોષથી તેમનું અભિવાદન થયું. નિરીક્ષકની ખુશી ગુસ્સામાં પરિવર્તિત થઈ ગઈ. તે એક પછી બીજા એમ બધા વર્ગમાં ગયા. *બધા વર્ગોમાં આવું જ સ્વાગત થયું.* નિરીક્ષક મહોદય ગુસ્સાથી તમતમી ઉઠ્યા. તે મુખ્ય અધ્યાપક પર વરસી પડ્યા, `આ કેવો વ્યવહાર❓કોણ છે આના મૂળમાં❓ શોધી કાઢો અને બધાને કઠોર દંડ આપો.`
#રાષ્ટ્રીય_વિમર્શ .. #વંદે_માતરમ્ #રાષ્ટ્રીય_ગીત #vande_mataram #national_song #राष्ट्रीय_गीत #वंदे_मातरम्
દંડ...ઓ..હો...હવે...👉🏻 *હવે પછીની પોસ્ટ-૧૮ જુઓ.*
જોડાયેલા રહો....વ્હોટસ એપ ચેનલ *રાષ્ટ્રીય વિમર્શ* સાથે લિંક...
*વિવિધ વાતોને જાણવા*...
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏

🙏
👍
❤️
❤
🇮🇳
23