રાષ્ટ્રીય વિમર્શ
રાષ્ટ્રીય વિમર્શ
June 11, 2025 at 11:47 AM
*ખુદીરામ બોઝ-પ્રફુલ્લ ચાકી* નિરપરાધ સુશીલકુમારને સજા આપવાવાળા કિંગ્જફોર્ડને પ્રાણદંડ દેવાની યોજના બનવા લાગી. *શાંતિએ ક્રાંતિનું રૂપ ધારણ કર્યું*. યુવકોની માનસિકતા તૈયાર કરવા માટે બારિંદ્ર ઘોષે *અનુશીલન સમિતિ* ની સ્થાપના કરી. `કાલી માતા` સન્મુખ અનુશાસનનું પાલન કરવાના અને ગુપ્તતાના શપથ લેવામાં આવતા. અંતમાં વંદે માતરમ્ નો ઘોષ થતો. શપથમાં ઢીલાઈ અર્થાત્ દેહાંત દંડ. તો પણ દેખતાં દેખતાં સમિતિની ૫૦૦ શાખાઓ થઈ ગઈ. મહારાષ્ટ્રમાં *'અભિનવ ભારત'*, લંડનમાં *'ફ્રી ઈન્ડિયા સોસાયટી'*, અમેરિકામાં *'ગદર'* એવી અનેક સંસ્થાઓ સશસ્ત્ર ક્રાંતિની યોજનામાં સક્રિય થઈ. અનુશીલન સમિતિના સદસ્ય *ખુદીરામ બોઝ* તથા *પ્રફુલ ચાકી* ને કિંગ્જફોર્ડની ગાડી પર બોમ્બ ફેંકવાનું દાયિત્વ સોંપવામાં આવ્યું. ભૂલથી બીજી ગાડી પર બોમ્બ પડ્યો. ખુદીરામ પકડાઈ ગયા. પ્રફુલે પોતાની પિસ્તોલની ગોળીથી વીરમરણ સ્વીકાર્યું. ખુદીરામે દિનાંક ૧૧ ઓગસ્ટ ૧૯૦૮ના વંદે માતરમ ઘોષ કરતાં ફાંસીના ફંદાને પુષ્પમાળાની જેમ પહેરી લીધી. આ જ માર્ગ પર ભારતમાતાના અનેક પુત્રો ચાલતા રહ્યા. કોઈએ લાઠી ખાધી, કોઈએ પ્રહાર સહન કર્યા, કોઈએ સશ્રમ કારાવાસ સહ્યો તો કોઈ ફાંસીના ફંદા પર ચડી ગયા. બધાના હોઠો ઉપર એક જ મંત્ર હતો, સંજીવની મંત્ર .. *વંદે માતરમ્* #રાષ્ટ્રીય_વિમર્શ .. #વંદે_માતરમ્ #રાષ્ટ્રીય_ગીત #vande_mataram #national_song #राष्ट्रीय_गीत #वंदे_मातरम् 👉🏻 *હવે પછીની પોસ્ટ-૨૧ જુઓ.* જોડાયેલા રહો....વ્હોટસ એપ ચેનલ *રાષ્ટ્રીય વિમર્શ* સાથે લિંક... *વિવિધ વાતોને જાણવા*... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
Image from રાષ્ટ્રીય વિમર્શ: *ખુદીરામ બોઝ-પ્રફુલ્લ ચાકી*  નિરપરાધ સુશીલકુમારને સજા આપવાવાળા કિંગ્જફ...
🙏 🫡 ❤️ 👍 🚩 12

Comments