
Shree Nagarvel Hanuman Mandir
May 15, 2025 at 06:57 AM
સાબરમતી નદી સફાઈ કાર્યક્રમ માટે શ્રી નાગરવેલ હનુમાન મંદિર તરફથી યોગદાન
તારીખ: 15-05-2025 | સમય: સવારે 8:00 વાગ્યે
આજના રોજ, 15 મે 2025 ના રોજ સવારે 8:00 વાગ્યે યોજાયેલ સાબરમતી નદી સફાઈ કાર્યક્રમ અંતર્ગત, શ્રી નાગરવેલ હનુમાન મંદિર તરફથી વિશેષ યોગદાન આપવામાં આવ્યું. મંદિર તરફથી નદીની સફાઈમાં સહભાગી બની પર્યાવરણ સુરક્ષા માટે પ્રેરણાદાયી પગલાં ભરવામાં આવ્યા.
સફાઈ અભિયાન દરમિયાન મંદિર તરફથી પ્લાસ્ટિક કચરો, ઠેલી, કાટમાળ તથા અન્ય વેસ્ટ ચીજવસ્તુઓ હટાવવામાં મદદ કરવામાં આવી. સેવા ભાવનાથી યુક્ત આ કામગીરીથી નદીના તટને શુદ્ધ અને સુંદર બનાવવાનો મહેનતપૂર્વક પ્રયત્ન થયો.
શ્રી નાગરવેલ હનુમાન મંદિર સદાય સમાજ અને પર્યાવરણ માટે કાર્યરત રહ્યું છે અને આવનારા સમયમાં પણ આવા સેવાકીય કાર્યોમાં સક્રિય રીતે ભાગ લેવાનું સંકલ્પબદ્ધ છે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ મંદિરના સર્વસદસ્યોને શુભેચ્છાઓ તથા ખૂબ ખૂબ આભાર.

🙏
6