Mukesh Dalal
Mukesh Dalal
May 31, 2025 at 10:13 AM
સેવા, સંસ્કાર અને સ્વાસ્થ્ય માટે સંકલ્પિત… આર્ટ ઓફ લિવિંગ - સુરત દ્વારા રેલ રાહત કોલોની, ગોતાલાવાડી ટેનામેન્ટ ખાતે આવેલ આંગણવાડી NZ-104 અને NZ-105 ના બાળકો માટે આયુર્વેદશાસ્ત્ર અનુસાર પુષ્યનક્ષત્રના દિવસે આરોગ્યવર્ધક અને માનસિક વિકાસને ઉત્તેજન આપતી ‘સુવર્ણપ્રાશન’ના ડ્રોપ પીવડાવવામાં આવ્યા. તદુપરાંત "સ્વસ્થ બાળકો, સમૃદ્ધ ભારત" ના ધ્યેય સાથે બાળકોને બેસવા માટે આસનપટ્ટા તેમજ પૌષ્ટિક નાસ્તાનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સુરત મહાનગર શિક્ષણ સમિતિના સદસ્ય સ્વાતિબેન સોસા, વોર્ડ નં. ૬ના કોર્પોરેટર જયશ્રીબેન વરીયા તેમજ ડોક્ટર ભાર્ગવભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આવનારા યુગના નાગરિકો માટે આરોગ્યસંચયના શુભ કાર્યોમાં લોકસહભાગી કાર્ય માટે આયોજક શ્રી પરેશભાઈ દેસાઈ અને આર્ટ ઓફ લિવિંગ સુરતની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. #artofliving #childhealth #sevaactivity #sevahisankalp #mp24suratloksabha #mukeshdalal4u

Comments