Mukesh Dalal
Mukesh Dalal
May 31, 2025 at 03:52 PM
જ્યાં નારી છે નાયક, ત્યાં સંસ્કૃતિ છે શાશ્વત! સનાતન ધર્મના રક્ષક, મહાન વીરાંગના, લોકમાતા અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિના અવસરે મારા ૨૪-સુરત લોકસભા સંસદીય વિસ્તારના વોર્ડ નં. ૧૦ (અડાજણ- પાલ- ઇચ્છાપોર) માં યોજાયેલ પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકરની ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં સહભાગી બની; દેવી અહિલ્યાબાઈની ભક્તિ, શૌર્ય અને સેવા ભાવનાને સમર્પિત આ ભાવયાત્રા પ્રસંગે દેવાધિદેવ મહાદેવની ભાવપૂર્વક આરતી કરવાનું સદભાગ્ય મળ્યું. આ યાત્રા માત્ર સ્મૃતિ નથી, પરંતુ નારી શક્તિના સન્માન અને સંસ્કારના સંવર્ધનનો સંકલ્પ છે. પ્રેમ, શ્રદ્ધા અને ગર્વમય આ માહોલમાં વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, શહેરના હોદ્દેદારશ્રીઓ, પ્રભારીશ્રીઓ, વોર્ડ સંગઠન અને તમામ સેલ મોરચાના હોદ્દેદારશ્રીઓ, સ્થાનિક આગેવાનશ્રીઓ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા. #ahilyabaiholkarat300 #mp24suratloksabha #mukeshdalal4u

Comments