
Gujarat Information
June 13, 2025 at 01:48 PM
રાજ્ય સરકારે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવારની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું...
• આર્મી, રેપિડ એક્શન ફોર્સ, NDRF-SDRF, પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો તત્કાલ બચાવ રાહતમાં જોડાઈ...
• કેન્દ્રીય એજન્સીઓની સમયસરની મદદથી કામગીરી વેગવાન બની...
• મુખ્યમંત્રીશ્રીના સીધા દિશાદર્શનમાં આરોગ્ય, પોલીસ અને જિલ્લા પ્રશાસન સહિતના વિભાગો ખડેપગે સેવારત...
• ઇજાગ્રસ્તોની સારવાર માટે ગ્રીન કોરિડોર ઊભો કરાયો અને 100થી વધુ એમ્બ્યુલન્સની સેવાઓ લેવામાં આવી...
• સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને સિવિલ હોસ્પિટલ ખાતે 24X7 રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત...
• દુર્ઘટનાનો ભોગ બનેલા યાત્રીઓના સ્વજનો માટે રહેઠાણ અને વાહનવ્યવહાર સુવિધા ઊભી કરવામાં આવી...
• DNA પરીક્ષણ માટે 36 એક્સપર્ટ્સની સેવા ઉપલબ્ધ...
👍
🙏
10