
Gujarat Information
18.0K subscribers
Verified ChannelAbout Gujarat Information
Welcome to the official WhatsApp channel of the Directorate of Information, Government of Gujarat. Stay connected with the latest updates, announcements, and initiatives from the Gujarat Government. This channel provides real-time information on government policies, programs, public services, and key events happening across the state. Stay informed and connected with the Gujarat's progress and developments.
Similar Channels
Swipe to see more
Posts

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં જન માનસમાં પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીનતમ ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન તેમજ જતન-સંવર્ધન માટે યોજના પંચકમ લોન્ચ કરી... યોજના પંચકમમાં સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના, સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના, સંસ્કૃત પ્રોત્સાહન યોજના, શ્રીમદ ભગવદ્ ગીતા યોજના, શત સુભાષિત કન્ઠ પાઠ યોજનાનો સમાવેશ છે; રાજ્યમાં 6થી 13 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી થકી સંસ્કૃતમય વાતાવરણ બને તેવા પ્રયાસો હાથ ધરાશે... આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના લોગોનું અનાવરણ કરી ગુજરાત સરકારની સંસ્કૃત સંબંધિત નીતિઓ અને યોજનાઓના અમલીકરણ માટે નોડલ એજન્સી તરીકે કાર્યરત સંસ્કૃત બોર્ડની પ્રવૃત્તિઓના વ્યાપ અને ભવિષ્યલક્ષી આયોજનો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું...