MLA SANJAY KORADIA
June 12, 2025 at 02:46 PM
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, ભાજપના વરિષ્ઠ નેતા અને કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, શ્રી વિજયભાઈ રૂપાણી જીનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અકાળે અવસાનથી હૃદય અત્યંત વ્યથિત છે. તેમની સાદગીપૂર્ણ જીવનશૈલી, નિસ્વાર્થ જનસેવા અને સંગઠન પ્રત્યેની અતુટ નિષ્ઠા અમારા સૌ માટે સદૈવ અનુકરણીય રહેશે. તેમનું માર્ગદર્શન અને કુશળ નેતૃત્વ લાખો કાર્યકર્તાઓ માટે ઊર્જાનો સ્ત્રોત હતો. તેમનું જવું ભાજપ પરિવાર અને ગુજરાત માટે એક અપુરણીય ક્ષતિ છે.
'नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः।'
તેમનો આત્મા અમર છે, તેમના કાર્યો શાશ્વત છે. પરમાત્મા સદ્દગત આત્માને શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવાર તથા સમસ્ત કાર્યકર્તાઓને આ વજ્રઘાત સહન કરવાની શક્તિ આપે. ૐ શાંતિ.
🙏
7