
રાષ્ટ્રીય વિમર્શ
June 13, 2025 at 05:30 AM
`શાળાના શિક્ષક એવા સૂર્યસેન ઉપાખ્ય માસ્ટરદા` *ચિટગાંવ શસ્ત્રાગાર પરના હુમલા* માં અગ્રણી હતા. આ ઘટનામાં તેમની ધરપકડ કરવામાં આવી. એમનાથી ખૂબ જ ડરતી સરકારે સતર્કતા રાખી એમને અતિ ગુપ્ત સ્થાનમાં પૂરી દીધા કે જેથી તેમનો કોઈ વ્યક્તિ સાથે સંપર્ક ન થાય.
માસ્ટરદાને ફાંસીની સજા થઈ. ૧૨ ફેબ્રુઆરી ૧૯૩૪નો દિવસ ફાંસી માટે નિશ્ચિત થયો. આ દિવસે જલ્લાદ તેમને ફાંસીના માંચડે લઈ જવા આવે છે. લોખંડની બેડીઓમાં બંધાયેલ માસ્ટરદા ગંભીર અવાજમાં ગર્જના કરે છે...*વંદે માતરમ્*
આ સુપરિચિત અવાજથી જેલમાં બંધ રાજબંદીઓ સફાળા જાગી ગયા અને માસ્ટરદાની સિંહગર્જનાને ઓળખી જોરદાર પ્રતિસાદ આપતા બધાએ વંદે માતરમ્ નો જયઘોષ કર્યો.
સરકાર જેનાથી ડરતી હતી એવું જ થયું. માનસિક સંતુલન ગુમાવેલ અંગ્રેજ જેલ અધિકારીઓ માસ્ટરદા પર તૂટી પડે છે. બેહોશ થાય ત્યાં સુધી મારે છે. `બેહોશ થયા ત્યાં સુધી માસ્ટરદા વંદે માતરમ્ બોલતા રહ્યા.`
માસ્ટરદાને ક્રૂર અંગ્રેજ અધિકારીઓ `બેહોશ અવસ્થામાં જ ફાંસીના માંચડે ચડાવી દે છે.`
જેલમાં બંધ ક્રાંતિકારી સાથીઓએ તેમને વંદે માતરમ્ ની ઘોષણા થકી અંતિમ વિદાય આપી, શ્રદ્ધાંજલિ અર્પી.
#રાષ્ટ્રીય_વિમર્શ .. #વંદે_માતરમ્ #રાષ્ટ્રીય_ગીત #vande_mataram #national_song #राष्ट्रीय_गीत #वंदे_मातरम्
👉🏻 *હવે પછીની પોસ્ટ-૨૩ જુઓ.*
જોડાયેલા રહો....વ્હોટસ એપ ચેનલ *રાષ્ટ્રીય વિમર્શ* સાથે લિંક...
*વિવિધ વાતોને જાણવા*...
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
🙏
👍
21