શિક્ષણ સાગર એપ
June 3, 2025 at 04:23 PM
મદદનીશ કેળવણી નિરીક્ષકમાં પહેલા 1:3 રેશિયો હતો . https://whatsapp.com/channel/0029VaMWgTIEwEk1uaIpkm1e આ રેશિયા પ્રમાણે એક HTAT (પ્રાઇમરી આચાર્ય) ને કેળવણી નિરીક્ષકની બઢતી આપવામાં આવે એની સામે સીધી ભરતી થી ત્રણ (3) કેળવણી નિરીક્ષક ની ભરતી કરવામાં આવતી હતી. આજે સરકારશ્રી દ્વારા ઠરાવ પાસ કરવામાં આવ્યો જેમાં 1:1 રેશિયો નક્કી કરવામાં આવ્યો.હવે એક HTAT ને બઢતી કેળવણી નિરીક્ષકમાં આપવામાં આવશે તેની સામે સીધી ભરતી થી એક જ કેળવણી નિરીક્ષક ની ભરતી કરવામાં આવશે. આ ઠરાવ મુજબ સીધી ભરતી થી કેળવણી નિરીક્ષકની આવનાર સમયમાં જગ્યાઓ ઓછી આવશે. કેળવણી નિરીક્ષક બનવા માટેની લાયકાતમાં સરકાર માન્ય પાંચ વર્ષનો શિક્ષક તરીકેનો અનુભવ જોઈએ. આ પાંચ વર્ષનો અનુભવ પ્રાઇવેટ સ્કૂલ, ગવર્મેન્ટ સ્કૂલ,ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષક તરીકે માન્ય ગણાય. કેળવણી નિરીક્ષક નો ગ્રેડ પે 4200 છે. સરકાર શ્રી ની વિચારણામાં 4400 ગ્રેડ પે કરવાની હાલ ચર્ચા છે જે ભવિષ્યમાં થઈ શકે. કેળવણી નિરીક્ષકની નોકરીમાં ફિક્સેશન નથી. કેળવણી નિરીક્ષક ની નોકરી પ્રમોશન પાત્ર છે. કેળવણી નિરીક્ષક માંથી સીધા તાલુકા પ્રાઇમરી શિક્ષણ અધિકારી TPEO પ્રમોશન મળે છે. 209 કેળવણી નિરીક્ષકની ભરતી સીધી ભરતીથી ભરતી માટે મંજૂરી સરકારશ્રી દ્વારા મળેલ છે.આવનાર સમયમાં એની જાહેરાત આવાની સંભાવના છે.
😮 🙏 2

Comments