એજ્યુકેશન માહિતી | સરકારી નોકરી માહિતી | JOBGUJARAT.IN | KAMALKING.IN
એજ્યુકેશન માહિતી | સરકારી નોકરી માહિતી | JOBGUJARAT.IN | KAMALKING.IN
June 16, 2025 at 12:37 AM
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના પરિવારજનો માટે એક મહત્વપૂર્ણ અપીલ અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે પાર્થિવ દેડ સોંપવાના નામે પૈસા માંગતા તત્વોથી સાવધાન રહેવા કરી અપીલ હાલમાં ચાલી રહેલી પાર્થિવ દેહ સોંપવાની સંવેદનશીલ પ્રક્રિયા સહિત કોઈપણ કામગીરી માટે ડોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો ચાર્જ કે ફી વસૂલવામાં આવતી નથી જો કોઈ પણ વ્યક્તિ તમને ફોન કરીને હોસ્પિટલના નામે પાર્થિવ દેડ સોંપવાની પ્રક્રિયા ઝડપી બનાવવા, કોઈ સુવિધા આપવા કે અન્ય કોઈ કારણોસર પૈસાની માંગણી કરે, તો તે ફોન કોલ સંપૂર્ણપણે ફ્રોડ અને બોગસ સમજવો સિવિલ હોસ્પિટલના અધિકૃત કર્મચારીઓ દ્વારા નીચે જણાવેલા અધિકૃત મોબાઈલ નંબરો પરથી જ મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવશે અને સંપૂર્ણ પ્રક્રિયામાં નિઃશુલ્ક મદદ કરવામાં આવશે અધિકૃત મોબાઈલ નંબરો : (1) 9429915911 (2) 9429916096 (3) 9429916118 (4) 9429916378 (5) 9429916608 (6) 9429916622 (7) 9429916682 (8) 9429916758 (9) 9429916771 (10) 9429916875 અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકોના ડીએનએ સેમ્પલ મેચિંગ થયા બાદ તેમના પરિવારજનોને મૃતદેહો સોંપવા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સતત પ્રયાસરત... દરેક પરિવારજનનો સંપર્ક સાધવાથી લઈને મૃતદેહોની ઓળખ અને સોંપણી સુધીની પ્રક્રિયા માટે સ્વજન દીઠ અલાયદી ટીમ... પાર્થિવ દેહોને તેમના ઘર સુધી પહોંચાડશે એમ્બ્યુલન્સ અને પોલીસકર્મીની ટીમ... સિવિલ D2 બ્લોક ખાતે સ્થાપવામાં આવેલ વેરીફીકેશન સેન્ટર અને વેઇટિંગ એરિયા તથા કંટ્રોલ રૂમ અને પોસ્ટમોર્ટમ રૂમ વચ્ચે સુચારુ સંકલન દ્વારા પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની વ્યવસ્થા ઊભી કરાઈ... રાજ્ય સરકાર દ્વારા મૃત્યુ પ્રમાણપત્ર, અકસ્માત મૃત્યુ કેસ (AD) રિપોર્ટ, પોલીસ તપાસ, પોસ્ટમોર્ટમ નોટ, DNA મેચિંગ અંગેનો FSL રિપોર્ટ, શરીર પર મળેલા કોઈપણ ઘરેણાં અથવા વસ્તુઓ પણ સ્વજનોને સોંપવામાં આવશે.

Comments