
એજ્યુકેશન માહિતી | સરકારી નોકરી માહિતી | JOBGUJARAT.IN | KAMALKING.IN
June 18, 2025 at 12:38 AM
*JNVST 2026: Key Dates, Eligibility, and Tips for Class VI*
*▪️Last Date to Apply:* 29th July 2025
*▪️Exam Date:* 13th December 2025
*▪️Click here for Registration for Class VI JNVST (2026-27):
https://cbseitms.rcil.gov.in/nvs/Index/Registration
પ્રેસ નોટ ( જન હિતાર્થે વિનામૂલ્યે)
જવાહર નવોદય વિદ્યાલય ડુમરા કચ્છ ના આચાર્યશ્રી નારાયણસિંગ ની યાદી જણાવે છે કે નવોદય પ્રવેશ પરીક્ષા 2026 27 માટે ફોર્મ ભરવાનો પ્રારંભ થઈ ગયો છે જેની તમામ નોંધ લેશો.
ફોર્મ ભરવાની અંતિમ તિથિ: 29, જુલાઈ 2025 રહેશે
નવોદય પ્રવેશ પરીક્ષા ની તારીખ: 13 ડિસેમ્બર 2025
( શનિવાર)
સમય : 10:00 કલાકે યોજાશે
આપેલી લીંક પર જઈને ફોર્મ ભરી શકો છો. https://cbseitms.rcil.gov.in/nvs/Index/Registration
તો નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા સત્ર 2026 27 અંતર્ગત ફોર્મ ભરાઈ રહ્યા છે તો ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ શિક્ષકો તમામ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને લાગતા વળગતા તમામ લોકો ને આ અંગે જાણ કરવામાં આવે છે.
નીચેની બાબતોનો વિશેષ ખ્યાલ રાખવો જરૂરી છે. જેથી પ્રવેશ સમયે કોઈનું ફોર્મ નિરસ્ત ન થાય.
૧. જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા માગે છે તેની જન્મ તારીખ 01/05/ 2014 થી 30/07/2016 (બંને તારીખના સલગ્ન રહેશે) હોવી જોઈએ.
2. જે જિલ્લામાં ફોર્મ ભરવા માગતા હોય તે જિલ્લામાં ધોરણ પાંચમાં સત્ર 2025 26 માં અભ્યાસ કરતા હોવા જોઈએ. જે વિદ્યાર્થી ઓએ એક વખત પરીક્ષા આપી દીધી હોય તેવો ફરીવાર ફોર્મ ભરી શકતા નથી જેની વિશેષ નોંધ લેવી.
3. જે જિલ્લામાં વિદ્યાર્થી ફોર્મ ભરી રહ્યા છે તેમના વાલીઓનો રહેઠાણ પુરાવા પણ તે જિલ્લાના જ હોવા જોઈએ.
4. જે વિદ્યાર્થીઓ ગ્રામીણ ક્ષેત્રનો લાભ લેવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓ ધોરણ ત્રણ, ચાર અને પાંચ સળંગ ગ્રામીણ ક્ષેત્રમાં અભ્યાસ કરેલો હોવો જોઈએ. જો એક દિવસ પણ શહેરી ક્ષેત્રમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓએ - વાલીઓએ ફોર્મ ભરતી શહેરી જરૂર લખવું.
5. ઓબીસી નો લાભ લેવા માગતા વિદ્યાર્થીઓની જાતિ ભારત સરકારના સેન્ટર લિસ્ટ કોટામાં આવતા હોય તેઓને જ ઓબીસીનો લાભ મળવા પાત્ર છે જેની વિશેષ નોંધ લેવી.
6. તે ઉપરાંત એસસી, એસટી, ઓબીસી અને દિવ્યાંગ ઉમેદવાર માટે આરક્ષણ ગવર્મેન્ટ નિયમ અનુસાર રહેશે.
7. છોકરીઓ માટે એક તૃતીયાંશ (1/3) સીટ આરક્ષિત છે જેની નોંધ લેશો.
8. નવોદય પ્રવેશ પરીક્ષામાં 75% ગ્રામીણ ક્ષેત્ર અને 25% શહેરી ક્ષેત્રના ઉમેદવારોને લેવામાં આવે છે.
9. આ સંપૂર્ણ આવાસી વિદ્યાલય છે. વિદ્યાલય કેમ્પસમાં રહીને ધોરણ છ થી 12 સુધીનો અભ્યાસ કરવાનો રહેશે.
*⭕શાળાના બાળકો અને શિક્ષકો માટે વિવિધ પરીક્ષાઓને લગતી બુક્સ માટે ગ્રુપમાં જોઈન થવા અહીં આપેલ લીંક ક્લિક કરો.*
👉https://chat.whatsapp.com/G4vzOmMX095G26fUZfkfuf
Follow us
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519