સમાચાર સૂત્ર
June 12, 2025 at 03:03 PM
*Ahmedabad* • અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન. • આજે બપોરે મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પ્લેન અમદાવાદ થી લંડન માટે ટેક ઓફ થયું હતું જેની થોડી જ મિનિટોમાં કોઈ કારણોસર દુર્ઘટના સર્જાઈ. • માહિતી મુજબ 242 ક્રૂ સાથે પેસેન્જર સવાર હતા, હાલ સૂત્રો મુજબ તમામ પેસેન્જર અને ક્રુના મોત નીપજ્યા છે, જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા, • જો કે હાલ તમામ મૃતદેહ ઓળખવા મુશ્કેલ હોવાથી પરિવારોના DNA ટેસ્ટ કર્યા બાદ જ મૃતદેહ સોંપવામાં આવશે. • વિજય રૂપાણી ભારતીય જનતા પક્ષ (BJP) ના રાજનેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી (2016-2021) હતા. • તેમનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ મ્યાનમારના રંગૂનમાં થયો હતો અને 1960માં તેમનો પરિવાર રાજકોટ આવ્યો. • તેઓ રાજકોટ (પશ્ચિમ)થી ગુજરાત વિધાનસભાના સદસ્ય હતા. • રૂપાણીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. • તેઓ 1987-1996 દરમિયાન રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય અને 1996-97માં મેયર રહ્યા. • 2006-2012 દરમિયાન તેઓ રાજ્યસભાના સદસ્ય હતા. • 2016માં તેઓ ગુજરાતના 16મા મુખ્યમંત્રી બન્યા અને 2017ની ચૂંટણીમાં BJPની જીત બાદ બીજી ટર્મ માટે ચૂંટાયા. • 2021માં તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!

Comments