
HEALTH ALERT
June 8, 2025 at 04:30 AM
જીવન ચલને કા નામ....
શું તમે જાણો છો કે આપણા પગમાં "બીજું હૃદય" હોય છે? ના, આ કોઈ દંતકથા નથી: તે કાફના સ્નાયુઓને આપવામાં આવેલું ઉપનામ છે, અને તેનું કારણ ખરેખર રસપ્રદ છે ! જ્યારે આપણે ચાલીએ છીએ, સીડી ચઢીએ છીએ અથવા ફક્ત ઉભા થઈએ છીએ, ત્યારે આ સ્નાયુઓ સંકોચાય છે અને વાસ્તવિક કુદરતી પંપની જેમ કાર્ય કરે છે, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ, હૃદયની દિશામાં લોહીને ઉપર તરફ ધકેલે છે. આ બાબત ખૂબ જરૂરી છે:
✔️ શિરામાં લોહીનાં પરિભ્રમણને પ્રોત્સાહન આપે છે.
✔️ પગમાં લોહીના ગંઠાવાનું અટકાવે છે.
✔️ સોજો, ભારેપણું અને વેરિકોઝ નસો થવાની શક્યતા ઘટે છે.
✔️ ઊંડા શિરા થ્રોમ્બોસિસનું (લોહીના ગઠ્ઠા જામી જવા) જોખમ પણ ઘટે છે.
આ બધું સ્નાયુઓ અને શિરા વાલ્વના પરસ્પરના સહકારથી થતાં કાર્યને આભારી છે, જે લોહીને પાછું જતું અટકાવે છે. અહીં એ સ્પષ્ટ થાય છે કે શા માટે લાંબા સમય સુધી બેસવું કે ઊભા રહેવું નુકસાનકારક હોઈ શકે છે, જ્યારે નિયમિત હલનચલન - જસ્ટ સરળ રીતે ચાલવાથી પણ - રુધિરાભિસરણ તંત્રને વધુ સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.
યાદ રાખો : તમે જે પગલું ભરો છો તે તમારા હૃદય માટે મોટી ભેટ છે. ચાલવું, હલનચલન કરવું, ખેંચવું... આ સરળ ક્રિયાઓ છે પરંતુ એ સ્વાસ્થ્ય માટે મૂળભૂત છે.
ભૂલશો નહીં: તમારા પગની સંભાળ રાખવાનો અર્થ એ છે કે તમારા હૃદયની સંભાળ રાખવી.
અહીં ડાયાબિટીસવાળાઓ માટે એક વાત અતિ મહત્વની છે. ઈંગ્લીશમાં એક કહેવત છે:
A diabetic should keep his feet as clean as his face.
એટલે કે ડાયાબિટીસવાળાઓએ એમના પગનું એમના ચહેરા જેટલું જ જતન કરવું જોઈએ કારણ કે પગ જો ગંદા રહે કે તેમાં કોઈ ઈજા થાય તો ઈન્ફેક્શન થઈ શકે છે અને ડાયાબિટીસને કારણે એમાં રુઝ આવવી બહુ મુશ્કેલ બને છે. સામાન્ય નખ કાપતાં વાગી જવાથી ગેંગ્રીન થયું હોય અને પગ કાપવો પડ્યો હોય એવા દાખલા મળે છે.
ડૉ પ્રણવ વૈદ્ય
👍
👌
15