
Gujarat Information
June 17, 2025 at 03:48 PM
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પ્રવર્તમાન વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તેમજ પોલીસ, હવામાન વિભાગ, NDRF, કોસ્ટ ગાર્ડના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી....
ભારે વરસાદને કારણે ગામોમાં સંપર્ક-કોમ્યુનિકેશન નેટવર્ક ખોરવાઈ જાય ત્યારે સેટેલાઈટ ફોન અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા તત્કાલ ઊભી કરવાની સૂચનાઓ આપી...
ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભયજનક રીતે વહેતા પાણીમાં કોઈ વાહન કે વ્યક્તિ ન જાય તેની તકેદારી રાખવા સૂચનાઓ આપી...
નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું તેમજ પશુઓ, ઢોર-ઢાંખરનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની યોગ્ય વ્યવસ્થાઓ તેમજ આવા આશ્રયસ્થાનોમાં ખાવા-પીવાની, આરોગ્યની પૂરતી સુવિધા જળવાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેક્ટરોને સૂચનાઓ આપી...
હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં વ્યાપક વરસાદની જે આગાહી કરી છે, તે સંદર્ભમાં તંત્રવાહકો પૂરતું આયોજન કરીને 'ઝીરો કેઝ્યુઅલ્ટી'ના અપ્રોચથી સતર્ક રહે તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું...
❤️
👍
2