
Rajkot Mirror News
June 21, 2025 at 07:57 AM
રાજકોટ રૂરલ એસોજીની ટીમે જેતપુરના નવાગઢ વિસ્તારમાંથી ધોરાજીના શખ્સને 7.970 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. સુરતથી ગાંજાની ખેપ મારી જેતપુર સપ્લાય કરવા આવ્યો હતો.
આરોપી અગાઉ પણ બે વખત ગાંજાની હેરફેરના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. આરોપી જેતપુરમાં દાદામીયા સૈયદ નામના શખ્સને સપ્લાય કરવા આવ્યો હતો. જેની જેતપુર ઉદ્યોગનગર પોલીસે શોધખોળ હાથ ધરી છે.
