
Rajkot Mirror News
4.9K subscribers
About Rajkot Mirror News
Welcome to Rajkot Mirror News WhatsApp Broadcast - Your Daily News Fix🗞️Stay updated with the latest news,events & happenings in Rajkot & Beyond. Join our channel to know the real time updates and never miss a headline.
Similar Channels
Swipe to see more
Posts

રાજકોટ કાલાવડ રોડ જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશીપ પાસે આવેલી શીવ ટાઉનશીપમાં રહેતાં ઇન્ટીરીયર ડિઝાઇનર યુવાને ગ*ળાફાંસો ખાઈ આપ*ઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ. યુવાન પરિવારનો આધારસ્તંભ અને ત્રણ બહેનનો એકનો એક ભાઈ ગુમાવ્યો. સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ તબિબે તેને મૃ*ત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આપ*ઘાતનું કારણ પરિવારજનો જાણતાં ન હોઈ પોલીસે તપાસ યથાવત રાખી છે.


ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ડાંગમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયાં છે. બીજી તરફ અનેક કોઝ વે પર પાણી ફરી વળ્યાં છે. અંબિકા નદી પરનો ગીરા ધોધ અને શંકર ધોધ પણ સક્રિય થઈ ગયો છે. જિલ્લાની ચાર નદીઓમાં ભારે વરસાદને કારણે ઘોડાપૂર આવ્યાં છે. વરસાદને કારણે જિલ્લામાં 20 રસ્તા બંધ થઈ ગયાં છે.


આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આગામી 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ, દાહોદ, મહીસાગર, ભરૂચ, સુરત, અને તાપીમાં ઓરેજ એલર્ટ, અમદાવાદ ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલમાં યલો એલર્ટ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં યલો એલર્ટ, 30થી 40 કિમી સુધી પવન ફૂંકાય તેવી શક્યતા, 3 દિવસ સુધી માછીમારો દરિયો ના ખેડવાની સૂચના, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ


*RAJKOT MIRROR NEWS: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે !! : '318 શરીરના અંગો મળ્યા' પોલીસ કમિશનરનું નિવેદન...* *INSTAGRAM:* https://www.instagram.com/reel/DLFTzs9CXhG/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

*RAJKOT MIRROR NEWS: ઘરે બેઠા જ ગુજરાતના તમામ દિવ્ય ધામોના દર્શન કરો .. આ વિડિયો વધુમાં વધુ આગળ શેર કરી અન્યને પણ લાભ આપીએ* *INSTAGRAM:* https://www.instagram.com/reel/DLGumGbPKjd/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== *FACEBOOK:* https://www.facebook.com/share/v/1BvMC56NJP/

ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 પર એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો જેમાં ચાર લોકોના મો*ત થયા. પ્રયાગરાજથી ફતેહપુર જઈ રહેલી અલ્ટો કારનું ટાયર અચાનક ફાટ્યું, જેના કારણે કાર નિયંત્રણ બહાર ગઈ, સામેથી આવી રહેલા ડમ્પર સાથે અથડાઈ. આ અકસ્માતમાં ચાર લોકોના મો*ત થયા જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય ભાષાઓના મહત્વ પર ભાર મૂકતા એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે એ દિવસ દૂર નથી જ્યારે ભારતમાં લોકો અંગ્રેજી બોલવામાં શરમ અનુભવશે. ભારતીય ભાષાઓને દેશની સંસ્કૃતિના રત્નો ગણાવતા તેમણે કહ્યું કે આ ભાષાઓ આપણી ઓળખનો અભિન્ન ભાગ છે અને તેના વિના આપણે ભારતીય કહી શકીશું નહીં. દિલ્હીમાં ભૂતપૂર્વ સિવિલ સેવક IAS આશુતોષ અગ્નિહોત્રી દ્વારા લખાયેલા પુસ્તકના વિમોચન પ્રસંગે બોલતા અમિત શાહે કહ્યું, 'મારી વાત ધ્યાનથી સાંભળો અને યાદ રાખો, આ દેશમાં અંગ્રેજી બોલનારાઓ શરમ અનુભવશે, આવા સમાજનું નિર્માણ હવે દૂર નથી. ફક્ત તે જ કામ કરી શકે છે જેઓ એકવાર મનમાં નક્કી કરે છે અને હું માનું છું કે આપણા દેશની ભાષાઓ આપણું રત્ન છે. તેમના વિના આપણે ભારતીય નથી. તમે કોઈપણ વિદેશી ભાષામાં તમારા ઇતિહાસ, સંસ્કૃતિ અને ધર્મને સમજી શકતા નથી.'


*RAJKOT MIRROR NEWS: ટ્રમ્પની પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર સાથેની લંચ મીટિંગ પર કોંગ્રેસ સાંસદ શશી થરૂરે જુઓ શુ કહ્યું...* *INSTAGRAM:* https://www.instagram.com/reel/DLFEEPuCq9N/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==