સમાચાર સૂત્ર
June 20, 2025 at 07:06 AM
*Gujarat Rain News*
• હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં શુક્રવારના રોજ ભારે વરસાદની શક્યતા છે.
• હવામાન વિભાગે જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત પછી હવે ઉત્તર ગુજરાતમાં પણ શનિવારથી ભારે વરસાદી સ્થિતિ સર્જાઈ શકે છે.
• એ સિવાય અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અંદાજે 19 જિલ્લાઓમાં રવિવારના દિવસે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાનો ઈશારો હવામાન વિભાગે આપ્યો છે.
• હવામાન વિભાગે રાજ્ય માટે આગામી એક સપ્તાહ દરમિયાન સતત વરસાદી પરિસ્થિતિ રહેનાર હોવાનું જણાવ્યું છે.
• આ સમયગાળામાં રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં અતિભારે તો ક્યાંક ભારે વરસાદ થશે, જ્યારે મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.
• ખાસ કરીને શુક્રવારના રોજ ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
• શનિવારના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાત તેમજ ડાંગ, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!