સમાચાર સૂત્ર
June 20, 2025 at 01:25 PM
*Surat* • સુરતમાં બન્યો આઘાતજનક બનાવ • આ કરૂણાતિંકાની મળતી માહિતી અનુસાર ભેસ્તાનના વિજયલક્ષ્મી નગરમાં રહેતા 16 વર્ષીય આશુતોષ નામના વિદ્યાર્થીએ પોતાના જન્મદિવસે જ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું છે. • વ્હાલસોયા પુત્રનો જન્મદિન મનાવવા પિતા વિનોદ પ્રધાન દુકાનથી કેક લઈને ઘરે આવ્યા હતા. ત્યારે પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોંકી ઊઠ્યા હતા. • ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી વિદ્યાર્થીના મૃતદેહને પીએમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ ઘટનાનું કારણ બહાર આવશે. • વિનોદ પ્રધાન મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે. • વિનોદનો એકનો એક 16 વર્ષીય પુત્ર આશુતોષ હાલમાં ધોરણ 8 પાસ કરી ધોરણ 9માં અભ્યાસ કરી રહ્યો હતો. ગઈ તા. 19જૂન 2025એ આશુતોષનો જન્મદિવસ હતો. • આશુતોષને સવારથી જ પરિવાર સહિત તેના મિત્રો જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા હતા. • સાંજે આશુતોષના પિતા પુત્રના જન્મદિવસ મનાવવા કેક લઈને ઘરે પહોંચ્યા હતા. • પુત્રના જન્મદિવસે જ પિતાએ પોતાના પુત્રને ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોંકી ઊઠ્યા હતા. • સમગ્ર ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. • પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી કાર્યવાહી હાથ ધરી છે. • આશુતોષએ કયા કારણસર જીવનનો અંત આણ્યો તેનું કારણ હાલ અકબંધ છે. પોલીસ તપાસ બાદ જ ઘટનાનું કારણ બહાર આવશે. • પોલીસના જણાવ્યા પ્રમાણે આશુતોષે જન્મદિવસ હોવાથી કોઈ ગિફ્ટની માગણી કરી હોય અને પરિવારે મનાઈ અથવા કંઈ ઠપકો આપ્યો હોય અને આ આકરૂ પગલું ભરી લીધું હોય તેવી શક્યતા લાગી રહી છે. • જોકે પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન લેવામાં આવશે અને ત્યારબાદ જ આપઘાતનું ચોક્કસ કારણ સામે આવશે. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!

Comments