Vidhya Sagar
Vidhya Sagar
June 17, 2025 at 12:38 PM
Join us Revenue Talati Mains(2 or 3 Mark question ) Q. ભીમબેટકાની ગુફાઓ વિશે ટૂંક નોંધ લખો. ✅ભીમબેટકાની ગુફાઓ મધ્ય પ્રદેશમાં ભોપાલથી 45 કિ.મી. દક્ષિણમાં વિંધ્ય પર્વતમાળાની તળેટીમાં સ્થિત છે. ✅તે ભારતમાં પ્રાગૈતિહાસિક કળાના સૌથી મોટા ભંડારો (Repositories)માનું એક છે, જેની શોધ પુરાતત્ત્વવિદ ડો. વિષ્ણુ શ્રીધર વાકણકરે કરી હતી. ✅અહીં આદિમાનવ દ્વારા દોરેલા ભીંતચિત્રો મોટી સંખ્યામાં જોવા મળે છે. ✅અહીં લીલા, લાલ, સફેદ, કથ્થાઈ (Brown) અને કાળા રંગમાં પ્રાણીઓ અને માનવ આકૃતિઓ દર્શાવતાં સૌથી વધુ ચિત્રો છે. ✅અહીં આવેલ 'ઝૂ રોક’સૌથી આકર્ષક છે. ✅આ ગુફાઓ યુનેસ્કો દ્વારા વર્ષ 2003થી વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં સામેલ છે.

Comments