Vidhya Sagar WhatsApp Channel

Vidhya Sagar

1.2K subscribers

About Vidhya Sagar

👉 ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી તમામ GPSC - CLASS 1/2/3, GPRB - PSI/LRD, GSSSB - CCE and other post, GPSSB - Talati/Clerk and other બધીજ ભરતીઓ ને લગતી માહિતી / મટીરીયલ મળશે

Similar Channels

Swipe to see more

Posts

Vidhya Sagar
Vidhya Sagar
6/17/2025, 7:38:25 AM

Join us Revenue Talati Mains(2 or 3 Mark question ) Q.નાગરિકતા અધિનિયમ, 1955 કાયદા મુજબ કેવી રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે? > જન્મ દ્વારા (By Birth) > વંશના આધારે (By Descent) > નોંધણી દ્વારા (By Registration) > પ્રાકૃતિકરણ દ્વારા/દેશીયકરણ દ્વારા (By Naturalization) > પ્રદેશના સમાવેશ દ્વારા (By Incorporation of Territory) Join us

Vidhya Sagar
Vidhya Sagar
6/17/2025, 7:53:15 AM

Join us Revenue Talati Mains(2 or 3 Mark question ) Q. નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ કેવી રીતે ભારતીય નાગરિકતાની સમાપ્તિ થઇ શકે છે? નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ ભારતીય નાગરિકતાની સમાપ્તિ નીચે મુજબ થઇ શકે છેઃ >સ્વૈચ્છિક ત્યાગ દ્વારા (By Renunciation) > બરતરફી દ્વારા (By Termination) > વંચિત રાખીને (By Deprivation) Q. બેવડી નાગરિકતા (Dual Citizenship) થી તમે શું સમજો છો? >લક્ષ્મીમલ સિંઘવી સમિતિની ભલામણ પર નાગરિકતા સંશોધન ખરડો 2003 સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો. તેની અંતર્ગત વિદેશોમાં રહેતા ભારતીય મૂળના લોકોને મર્યાદિત રૂપમાં ભારતીય નાગરિકતા આપવાની જોગવાઇ કરવામાં આવી છે. મ નાગરિકતા ગ >તેને ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવેલ છે, જેને બેવડી નાગરિકતા કહેવામાં આવે છે.

Vidhya Sagar
Vidhya Sagar
6/18/2025, 2:09:48 PM

*Join us Revenue Talati Mains(2 or 3 Mark question )* *Q.ગુજરાતમાં જાણીતી બનેલ હસ્તકળા ‘અજરખ' વિશે ટૂંકમાં માહિતી આપો.* ✅અરબી શબ્દ અજરખ નળીનો અર્થ ‘આજે જ રાખો' તેવો થાય છે. ✅અજરખના આકાર અને રૂપરેખાઈ સ્લામિક આર્કિટેકચરની જટિલ બારીઓ અને ટ્રાયફિલ કમાનોના આર્કિટેક્ચરલ સ્વરૂપોને દર્શાવે છે. ✅કચ્છના સ્થાનિક સમુદાયો માટે અજરખ સમય-પ્રતિષ્ઠાનું પ્રતીક છે. કચ્છમાં બ્લોક પ્રિન્ટનું મુખ્ય કેન્દ્ર અજરખપુર ગણાય છે. ✅અજરખપુર ગામમાં વર્ષોથી પ્રસ્થાપિત આ એક પરંપરા છે. તેમાં કાપડને વનસ્પતિજન્ય તથા ખનિજના રંગોથી તૈયાર કરવામાં આવે છે અને કાપડ (ફેબ્રિક) લગભગ આઠ વખત ધોવાના આવર્તમાંથી પસાર થાય છે. ✅આ લલિતકળા 20 બ્લોકનો ઉપયોગ કરીને ટકાઉ છાપકામ તથા રંગાટકામ કરવાની વિશિષ્ટ પ્રક્રિયા છે. ✅કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ (CGPDTM)ની ઓફિસે ગુજરાતના કચ્છ પ્રદેશના પરંપરાગત હસ્તકલા ‘કચ્છ અજરખ' ને GI આપેલ છે.

Vidhya Sagar
Vidhya Sagar
6/18/2025, 7:07:03 AM

*Join us Revenue Talati Mains(2 or 3 Mark question )* *Q.સાંચીના સ્તૂપનું વર્ણન કરો.* ✅સાંચીનો સ્તૂપ મધ્ય પ્રદેશ રાજ્યમાં વિદિશા નજીક આવેલો છે. ✅સાંચીમાં ત્રણ સ્તૂપ આવેલા છે, જેમાં સ્તૂપ 1 મૌર્યકાળ તેમજ સ્તૂપ 2 અને સ્તૂપ 3 મોર્યોતરકાળના છે. ✅આ સ્તૂપની વિશેષતા એ છે કે તેની વેદિકા પર કોઈ પણ પ્રકારનું અલંકરણ જોવા મળતું નથી. ✅સ્તૂપમાંથી મળી આવેલ રાખ અને અસ્થિના અવશેષ મહાત્મા બુદ્ધના શિષ્ય સારીપુત્ર અને મહામોગ્ગલનના માનવામાં આવે છે. ✅આ સ્તૂપને ઈ.સ. 1989થી UNSECO દ્વારા વિશ્વ વિરાસત સૂચિમાં સંમેલિત કરવામાં આવ્યો છે.

Vidhya Sagar
Vidhya Sagar
6/17/2025, 7:06:37 PM

*Join us Revenue Talati Mains(2 or 3 Mark question )* *Q.ઈલોરાની ગુફા વિશે જણાવો.* ✅મહારાષ્ટ્રમાં અજંતા ગુફા સમૂહથી લગભગ 100 કિ.મી. દૂર સહ્યાદ્રિ પર્વતમાળામાં આ ગુફાઓ આવેલી છે. ✅આ ગુફાઓનું નિર્માણ 5મી થી 12મી સદી દરમિયાન થયું હતું. ✅આ ગુફાઓમાં કુલ 34 ગુફાઓ છે, જે બૌદ્ધ, હિંદુ અને જૈન ધર્મ સાથે સંબંધિત છે. ✅આ ગુફાઓમાં ગુફા નંબર 1 થી 12 બૌદ્ધ ધર્મ, ગુફા નંબર 13 - 29 હિંદુ ધર્મ અને ગુફા નંબર 30 - 34 જૈન ધર્મ સાથે જોડાયેલી છે. ✅અહીં આવેલી હિંદુ અને બૌદ્ધ ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજવંશના સમયમાં થયું છે અને જૈન ગુફાઓનું નિર્માણ યાદવ રાજવંશના સમયમાં થયું છે.

Vidhya Sagar
Vidhya Sagar
6/18/2025, 11:26:36 AM

*Join us Revenue Talati Mains(2 or 3 Mark question )* *Q.ભારતીય સંવિધાનમાં શિક્ષણના અધિકાર (Right to Education) સબંધિત વિવિધ જોગવાઇઓ જણાવો.* ✅અનુચ્છેદ 21(A) અંતર્ગત “છ થી ચૌદ વર્ષની વય સુધીનાં તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજ્ય કાયદાથી નક્કી કરે તેવી રીતે જોગવાઇ કરશે”. આ જોગવાઇ બંધારણમાં 86મા બંધારણીય સુધારા અધિનિયમ, 2002 દ્વારા ઉમેરવામાં આવી હતી. ✅મૂળ બંધારણમાં અનુચ્છેદ-45 હેઠળ રાજ્યોને 14 વર્ષ સુધીનાં તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ✅86મા બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ-51 A (K) પણ ઉમેરવામાં આવ્યો હતો, જે અંતર્ગત દરેક માતા-પિતા અથવા વાલીની ફરજ રહેશે કે તે તેનાં બાળકોને શિક્ષણની તક પૂરી પાડે.

Vidhya Sagar
Vidhya Sagar
6/19/2025, 7:55:07 AM

*Join us Revenue Talati Mains(2 or 3 Mark question )* *Q. હડપ્પા સંસ્કૃતિના ધોળાવીરા નગરમાંથી પ્રાપ્ત અવશેષો વિશે જણાવો.* ✅ધોળાવીરા નગર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે, જેમાં ત્રણેય નગરોને કિલ્લાઓથી રક્ષિત કરવામાં આવ્યાં છે. ✅આ નગરમાં સરોવરો અને કૂવાઓ દ્વારા ઉત્તમ જળ સંગ્રહ વ્યવસ્થા તથા ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભગટર વ્યવસ્થા જોવા મળે છે. ✅ત્યાંથી રમત-ગમતનું મેદાન, શતરંજનાં પાસા અને હડપ્પીય લિપિના 10 અક્ષરો ધરાવતું એક સાઈન બોર્ડ મળી આવેલ છે. ✅હડપ્પીય મુદ્રાઓ, વજનિયાંઓ, હથિયારો, મણકાં, આભૂષણો વગેરે મળ્યાં છે. ✅અહીંના સુશોભિત સ્તંભો પણ વિશેષ છે, જે કોઈ સ્મારક સ્તંભો હોય શકે છે.

Vidhya Sagar
Vidhya Sagar
6/19/2025, 5:06:41 AM

*Join us Revenue Talati Mains(2 or 3 Mark question )* *Q.દર વર્ષે રણોત્સવનું આયોજન ક્યારે કરવામાં આવે છે અને તેનો હેતુ જણાવો.* ✅કચ્છની ભાતીગળ સંસ્કૃતિને ધ્યાને લઈને ગુજરાત સરકાર દર વર્ષે ડિસેમ્બર માસની પૂનમે કચ્છના રણમાં (ધોરડો ગામ) ‘કચ્છ ઉત્સવ’ એટલે ‘રણોત્સવનું આયોજન કરે છે. ✅આ રણોત્સવનું આયોજન ઈ.સ. 2008થી કરવામાં આવે છે. ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી રણોત્સવનું આયોજન કરવામા આવે છે. ✅આ રણોત્સવનું આયોજન કચ્છ જિલ્લાના ઘોરડો ગામમાં કરવામાં આવે છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ રણોત્સવની શરૂઆત કરી હતી. ✅આ ઉત્સવનો હેતુ ગુજરાતની તથા કચ્છના લોકોની પરંપરાગત જીવનશૈલી અને હસ્તકલા કારીગરીની આગવી સંસ્કૃતિથી દેશ- વિદેશના લોકોને માહિતગાર કરવાનો છે.

Vidhya Sagar
Vidhya Sagar
6/18/2025, 4:30:42 AM

*Join us Revenue Talati Mains(2 or 3 Mark question )* *Q.અજંતાની ગુફામાં દોરવામાં આવેલા પ્રસિદ્ધ ચિત્રો વિશે જણાવો.* ✅પ્રથમ નંબરની ગુફામાં પદ્મપાણિ બોધિસત્ત્વ, વજ્રપાણિનું ભીંતચિત્ર, વિશાળકાય કંડારેલી બુદ્ધ પ્રતિમા, પારસી રાજદૂતનું ચિત્ર આવેલું છે. ✅બીજા નંબરની ગુફામાં બુદ્ધના જન્મ પહેલાં એમની માતા માયાદેવીને સ્વપ્નમાં દેખાયેલા હાથીના પ્રસંગનું ચિત્ર અને હજાર બુદ્ધ તરીકે જાણીતું ચિત્ર પણ આવેલું છે. ✅દસ નંબરની ગુફામાં એક ચૈત્ય છે. ગુફા નંબર સોળમાં મરણાસન્ન રાજકુમારીનું ચિત્ર છે. ✅આ ગુફાઓમાં જોવા મળતા ચિત્રો ‘ફ્રેંસ્કો’ શૈલીમાં બનેલા છે. ✅આ ચિત્રોમાં બધા જ ચિત્રોની રૂપરેખા લાલ રંગથી બનેલી છે. તેમાં ‘નીલા' રંગની ગેરહાજરી જોવા મળે છે.

Vidhya Sagar
Vidhya Sagar
6/17/2025, 12:38:18 PM

Join us Revenue Talati Mains(2 or 3 Mark question ) Q. ભીમબેટકાની ગુફાઓ વિશે ટૂંક નોંધ લખો. ✅ભીમબેટકાની ગુફાઓ મધ્ય પ્રદેશમાં ભોપાલથી 45 કિ.મી. દક્ષિણમાં વિંધ્ય પર્વતમાળાની તળેટીમાં સ્થિત છે. ✅તે ભારતમાં પ્રાગૈતિહાસિક કળાના સૌથી મોટા ભંડારો (Repositories)માનું એક છે, જેની શોધ પુરાતત્ત્વવિદ ડો. વિષ્ણુ શ્રીધર વાકણકરે કરી હતી. ✅અહીં આદિમાનવ દ્વારા દોરેલા ભીંતચિત્રો મોટી સંખ્યામાં જોવા મળે છે. ✅અહીં લીલા, લાલ, સફેદ, કથ્થાઈ (Brown) અને કાળા રંગમાં પ્રાણીઓ અને માનવ આકૃતિઓ દર્શાવતાં સૌથી વધુ ચિત્રો છે. ✅અહીં આવેલ 'ઝૂ રોક’સૌથી આકર્ષક છે. ✅આ ગુફાઓ યુનેસ્કો દ્વારા વર્ષ 2003થી વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં સામેલ છે.

Link copied to clipboard!