Vidhya Sagar
Vidhya Sagar
June 17, 2025 at 07:06 PM
*Join us Revenue Talati Mains(2 or 3 Mark question )* *Q.ઈલોરાની ગુફા વિશે જણાવો.* ✅મહારાષ્ટ્રમાં અજંતા ગુફા સમૂહથી લગભગ 100 કિ.મી. દૂર સહ્યાદ્રિ પર્વતમાળામાં આ ગુફાઓ આવેલી છે. ✅આ ગુફાઓનું નિર્માણ 5મી થી 12મી સદી દરમિયાન થયું હતું. ✅આ ગુફાઓમાં કુલ 34 ગુફાઓ છે, જે બૌદ્ધ, હિંદુ અને જૈન ધર્મ સાથે સંબંધિત છે. ✅આ ગુફાઓમાં ગુફા નંબર 1 થી 12 બૌદ્ધ ધર્મ, ગુફા નંબર 13 - 29 હિંદુ ધર્મ અને ગુફા નંબર 30 - 34 જૈન ધર્મ સાથે જોડાયેલી છે. ✅અહીં આવેલી હિંદુ અને બૌદ્ધ ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજવંશના સમયમાં થયું છે અને જૈન ગુફાઓનું નિર્માણ યાદવ રાજવંશના સમયમાં થયું છે.

Comments