Vidhya Sagar
Vidhya Sagar
June 18, 2025 at 04:30 AM
*Join us Revenue Talati Mains(2 or 3 Mark question )* *Q.અજંતાની ગુફામાં દોરવામાં આવેલા પ્રસિદ્ધ ચિત્રો વિશે જણાવો.* ✅પ્રથમ નંબરની ગુફામાં પદ્મપાણિ બોધિસત્ત્વ, વજ્રપાણિનું ભીંતચિત્ર, વિશાળકાય કંડારેલી બુદ્ધ પ્રતિમા, પારસી રાજદૂતનું ચિત્ર આવેલું છે. ✅બીજા નંબરની ગુફામાં બુદ્ધના જન્મ પહેલાં એમની માતા માયાદેવીને સ્વપ્નમાં દેખાયેલા હાથીના પ્રસંગનું ચિત્ર અને હજાર બુદ્ધ તરીકે જાણીતું ચિત્ર પણ આવેલું છે. ✅દસ નંબરની ગુફામાં એક ચૈત્ય છે. ગુફા નંબર સોળમાં મરણાસન્ન રાજકુમારીનું ચિત્ર છે. ✅આ ગુફાઓમાં જોવા મળતા ચિત્રો ‘ફ્રેંસ્કો’ શૈલીમાં બનેલા છે. ✅આ ચિત્રોમાં બધા જ ચિત્રોની રૂપરેખા લાલ રંગથી બનેલી છે. તેમાં ‘નીલા' રંગની ગેરહાજરી જોવા મળે છે.

Comments