Vidhya Sagar
Vidhya Sagar
June 18, 2025 at 11:26 AM
*Join us Revenue Talati Mains(2 or 3 Mark question )* *Q.ભારતીય સંવિધાનમાં શિક્ષણના અધિકાર (Right to Education) સબંધિત વિવિધ જોગવાઇઓ જણાવો.* ✅અનુચ્છેદ 21(A) અંતર્ગત “છ થી ચૌદ વર્ષની વય સુધીનાં તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજ્ય કાયદાથી નક્કી કરે તેવી રીતે જોગવાઇ કરશે”. આ જોગવાઇ બંધારણમાં 86મા બંધારણીય સુધારા અધિનિયમ, 2002 દ્વારા ઉમેરવામાં આવી હતી. ✅મૂળ બંધારણમાં અનુચ્છેદ-45 હેઠળ રાજ્યોને 14 વર્ષ સુધીનાં તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ✅86મા બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ-51 A (K) પણ ઉમેરવામાં આવ્યો હતો, જે અંતર્ગત દરેક માતા-પિતા અથવા વાલીની ફરજ રહેશે કે તે તેનાં બાળકોને શિક્ષણની તક પૂરી પાડે.

Comments