
Vidhya Sagar
June 18, 2025 at 02:09 PM
*Join us Revenue Talati Mains(2 or 3 Mark question )*
*Q.ગુજરાતમાં જાણીતી બનેલ હસ્તકળા ‘અજરખ' વિશે ટૂંકમાં માહિતી આપો.*
✅અરબી શબ્દ અજરખ નળીનો અર્થ ‘આજે જ રાખો' તેવો થાય છે.
✅અજરખના આકાર અને રૂપરેખાઈ સ્લામિક આર્કિટેકચરની જટિલ બારીઓ અને ટ્રાયફિલ કમાનોના આર્કિટેક્ચરલ સ્વરૂપોને દર્શાવે છે.
✅કચ્છના સ્થાનિક સમુદાયો માટે અજરખ સમય-પ્રતિષ્ઠાનું પ્રતીક છે. કચ્છમાં બ્લોક પ્રિન્ટનું મુખ્ય કેન્દ્ર અજરખપુર ગણાય છે.
✅અજરખપુર ગામમાં વર્ષોથી પ્રસ્થાપિત આ એક પરંપરા છે. તેમાં કાપડને વનસ્પતિજન્ય તથા ખનિજના રંગોથી તૈયાર કરવામાં આવે છે અને કાપડ (ફેબ્રિક) લગભગ આઠ વખત ધોવાના આવર્તમાંથી પસાર થાય છે.
✅આ લલિતકળા 20 બ્લોકનો ઉપયોગ કરીને ટકાઉ છાપકામ તથા રંગાટકામ કરવાની વિશિષ્ટ પ્રક્રિયા છે.
✅કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ (CGPDTM)ની ઓફિસે ગુજરાતના કચ્છ પ્રદેશના પરંપરાગત હસ્તકલા ‘કચ્છ અજરખ' ને GI આપેલ છે.