
Vidhya Sagar
June 19, 2025 at 07:55 AM
*Join us Revenue Talati Mains(2 or 3 Mark question )*
*Q. હડપ્પા સંસ્કૃતિના ધોળાવીરા નગરમાંથી પ્રાપ્ત અવશેષો વિશે જણાવો.*
✅ધોળાવીરા નગર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે, જેમાં ત્રણેય નગરોને કિલ્લાઓથી રક્ષિત કરવામાં આવ્યાં છે.
✅આ નગરમાં સરોવરો અને કૂવાઓ દ્વારા ઉત્તમ જળ સંગ્રહ વ્યવસ્થા તથા ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભગટર વ્યવસ્થા જોવા મળે છે.
✅ત્યાંથી રમત-ગમતનું મેદાન, શતરંજનાં પાસા અને હડપ્પીય લિપિના 10 અક્ષરો ધરાવતું એક સાઈન બોર્ડ મળી આવેલ છે.
✅હડપ્પીય મુદ્રાઓ, વજનિયાંઓ, હથિયારો, મણકાં, આભૂષણો વગેરે મળ્યાં છે.
✅અહીંના સુશોભિત સ્તંભો પણ વિશેષ છે, જે કોઈ સ્મારક સ્તંભો હોય શકે છે.