
Vidhya Sagar
June 20, 2025 at 05:40 AM
*Join us Revenue Talati Mains(2 or 3 Mark question )*
*Q.હડપ્પા સભ્યતાનાં પતન પાછળ જવાબદાર વિભિન્ન કારણો ટૂંકમાં જણાવો.*
✅હડપ્પા સભ્યતાનો નાશ આર્યોના આક્રમણથી થયો. (માર્ટિમર વ્હીલર)
✅મોહેં-જો-દડો (જોન માર્શલ) અને લોથલ (એસ.આર.રાવ) જેવાં નગરો નદીઓના પૂરના કારણે નાશ પામ્યાં.
✅ધરતીકંપના કારણે સિંધુ નદીનું પાણી મોહેં-જો-દડોમાં રોકાઇ ગયુ, જેથી ત્યાં એક તળાવ બની ગયું. (આર. એલ.રેઇક)
✅હડપ્પા સભ્યતાનું પતન શુષ્ક પ્રદેશના વધવાને લીધે અને ઘગ્ધર-હાકરા નદીના સૂકાઇ જવાને કારણે થયું. (ડી.પી. અગ્રવાલ)
✅હડપ્પીય લોકો દ્વારા થયેલ સંસાધનોના અતિદોહનના કારણે પર્યાવરણીય અસમતુલાથી પતન થયું. (ફેયર સર્વિસ)
✅મેસોપોટેમિયાઇ વેપારમાં થયેલ ઘટાડો પણ હડપ્પા સભ્યતાના પતનનું એક પ્રમુખ કારણ બન્યું. (શેરીન રત્નાગર)