Vidhya Sagar
Vidhya Sagar
June 21, 2025 at 06:31 AM
*Join us Revenue Talati Mains(2 or 3 Mark question )* *Q. કનિષ્ક પહેલાને પ્રાચીન ભારતના ઇતિહાસમાં ‘દ્વિતીય અશોક’ તરીકે કેમ ઓળખવામાં આવે છે?* ✅કનિષ્ક બૌદ્ધ સાધુ અશ્વઘોષના ઉપદેશથી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો તથા તેના પ્રચાર અને પ્રસાર માટે અનેક કાર્યો કર્યાં હતાં. ✅કનિષ્ક ચીન, તિબેટ, જાપાન, બ્રહ્મદેશ વગેરેમાં બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે પ્રતિનિધિમંડળો મોકલ્યાં હતાં. ✅કનિષ્કમાં અશોકની ધર્મધગશની ઝાંખી થાય છે. તે પોતાના સામ્રાજ્યમાં આવેલા તમામ પંથો અને ધર્મો તરફ સહિષ્ણુ હતો. ✅કનિષ્કની ધર્મભાવના અશોકની જેમ ઉદાર અને સહિષ્ણુ હતી. ✅કનિષ્ક કરેલી બૌદ્ધ ધર્મની સેવાઓને કારણે કનિષ્કને પ્રાચીન ભારતના ઇતિહાસમાં 'દ્વિતીય અશોક' તરીકે ઓળખવામાં આવે છે.

Comments