
Tr. YogendraBihola 🧑🏫
June 21, 2025 at 01:21 PM
*પાણીમાં પડતી હળદર જોઈ જોઈને થાકી ગયા હો તો આ વાંચી લેજો!*
- *હાલમાં ચાલી રહેલા ઈરાન-ઈજરાયલ યુદ્ધમાં ઇરાને માત્ર 1 જ દેશને પોતાના નાગરિકોને પાછા લઈ જવા માટેની પરવાનગી આપી, માત્ર 1 દેશ માટે પોતાનું એર સ્પેસ ખુલ્લુ કર્યું અને એ દેશ છે ભારત, અને આ ઓપરેશનનું નામ છે ‘ઓપરેશન સિંધુ’*
- *ઓપરેશન સિંધુ ભારતના વિદેશ મંત્રાલય દ્વારા 18 જૂન 2025ના રોજ લોન્ચ કરવામાં આવ્યું. આ ઓપરેશનનો મુખ્ય ઉદેશ્ય તેહરાન, મશહદ અને પાડોશી ક્ષેત્રોમાં ફસાયેલ ભારતીય નાગરિકો કે જેમાં વિદ્યાર્થીઓ, ટૂરિસ્ટો અને પરિવાર વગેરેનો શમાવેશ થાય છે, જેઓની ભારત વાપસી છે.*
- *ઈરાનમાં ફસાયેલા ભારતીયોને કેવી રીતે ભારત મોકલવામાં આવી રહ્યા છે?*
- *ભારતે ડિપ્લોમેટિક રીતે ઈરાન, અર્મેનિયા અને તુર્કમેનિસ્તાનની સાથે સીધો સહયોગ સાધ્યો. ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઈન અને ટેલિગ્રામ ચેનલની ઘોષણા કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસ દ્વારા જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં બસ, આશ્રય અને જમવાની વ્યવસ્થાઓ કરી છે. મહિલાઓ, વૃદ્ધો અને અસ્વસ્થ નાગરિકોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.*
- *ઉત્તરી ઈરાનમાં ફસાયેલ ભારતીયોને સડક માર્ગે પહેલા અર્મેનિયા (યેરેવાન) અથવા તો તુર્કમેનિસ્તાન (અશ્ગાબાત) લવાયા, ત્યાંથી સ્પેશિયલ ફ્લાઇટ્સના માધ્યમથી દિલ્હી લઈ જવાય રહ્યા છે.*
- *આ સિવાય, 1000 વિદ્યાર્થીઓ અને નાગરિકોને ભારત મોકલવા 3 ચાર્ટર ફ્લાઇટ્સ માટે ફક્ત ભારત માટે ઈરાનની એરસ્પેસ ખોલવામાં આવી. (આ એક અસાધારણ માનવીય રાહતનો ભાવ છે)*
- *ભારત સરકારના ઓપરેશન સિંધુ હેઠળ તારીખ 18 જૂનના રોજ 110 ભારતીય વિદ્યાર્થીઓને યેરેવાનથી ડી.એલ.એફ સુધી પહોંચાડવામાં આવ્યા, 20 જૂનના રોજ 290 ભારતીય નાગરિકોને 1 ચાર્ટર ફ્લાઇટમાં દિલ્હી પહોંચાડવામાં આવ્યા, 21 જૂન સુધી તુર્કમેનિસ્તાન માર્ગેથી અને ફ્લાઇટના માધ્યમથી કુલ 517 ભારતીય નાગરિકો ભારત પરત ફર્યા છે, એમાં પણ સૌથી વધુ મુસ્લિમ સમુદાયના લોકો છે.*
- *હજુ પણ 3000+ ભારતીય નાગરિકો ઈરાનની ધરતી ઉપર છે જેને સુરક્ષિત ભારતની ધરતી પર લાવવા માટેની પ્રક્રિયાઓ શરૂ છે, ઓપરેશન સિંધુ શરૂ છે.*
_*#operationsindhu*_
©️ https://x.com/kathiyawadiii/status/1936379770108850425