જ્ઞાન સારથિ
June 14, 2025 at 09:03 AM
*આજ બોપરના સમયમાં કચ્છના ભચાઉથી એક ફોન આવે છે. ☎️*
અજાણ્યા વ્યક્તિ : આવતીકાલે જે પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષા છે તેનો #કોલ_લેટર નીકળતો નથી.
હું : શું ઇસ્યુ આવે છે ?
અજાણ્યા વ્યક્તિ : એપ્લિકેશન નોટ ફાઉન્ડ એવું બતાવે છે.
હું : તમે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિસ ને જાણ કરો.
અજાણ્યો વ્યક્તિ : અમે હેલ્પલાઇન નંબરમાં કોલ કરેલ છે અને કહેવામાં આવે છે થોડી વારમાં થઈ જશે પણ છેલ્લા 2 દિવસથી થતું નહીં.
હું : તો તમે અથવા તમારા સંબંધી કે મિત્ર રૂબરૂ #gprb ઓફિસ પોહચી જાવ ટેકનિકલ ઇસ્યુ હસે તો ત્યાંથી નીકાળી આપશે.
અજાણ્યા વ્યક્તિ : સાહેબ તમે પ્રયત્ન કરી જોવો ને તમને વોટ્સ એપ ઉપર વિગત મોકલી આપું છું.
હું : OK પ્રયત્ન કરું.
અમે અમારા અધિકારી મિત્ર અને મીડિયા મિત્રને વિગત મોકલી પૂરી વાત કરી કે આવું થયું છે,
પરંતુ
ત્યારબાદ તરત જ અમારું ધ્યાન #કોલ_લેટર ઉપર ગયું. જેમાં
#chip_verified ☑️
#pst_pass ☑️
#run_pass ☑️
👆🏻આવા બ્લુ કલરના સિક્કા મારેલ હતા,
👆🏻અમે પણ પોલીસ પરીક્ષા પાસ કરેલ છે એટલે અચાનક ચમકારો થયો કે #run_pass આવો સિક્કો ક્યારેય આવે નહીં !
છતાંપણ ક્રોસ ચેક કરવા અમે મિત્રો જોડે થી 2 કોલ લેટર મંગાવ્યા અને ક્રોસ વેરીફાઈ કર્યા તો ખ્યાલ આવ્યો કે ડોક્યુમેન્ટ સાથે ટેમ્પેરિંગ (ચેડા) કરેલ હોઈ શક.
👆🏻બેઠક ક્રમાંક, તારીખ, સમય, એડ્રેસ... આવી બધી માહિતી સાથે પણ ચેડા કરવામાં આવ્યું હોઈ શકે તેવું અમારું પ્રાથમિક #અનુમાન છે.
*🛑ભારતીય કાયદા મુજબ, સરકારી દસ્તાવેજ સાથે ચેડા (forgery) કરવા કે ખોટા સિક્કા(સ્ટેમ્પ) ઉપયોગ કરવો ગંભીર ગુનો છે. આ માટે ભારતીય દંડ સંહિતા વર્તમાન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ અનેક કલમો લાગુ પડે છે. સરકારી દસ્તાવેજ સાથે ચેડા તેમ જ નકલી સિક્કા/સ્ટેમ્પ બનાવવો, વેચવો, રાખવો કે વ્યવહાર કરવો ગુના ને પાત્ર છે.*
📌આ કૃત્ય શું કોઈ બદ ઇરાદા સાથે કરવામાં આવેલ છે કે કેમ તે તપાસ બાદ જ ખ્યાલ આવી શકે.
📌એવું પણ બની શકે કે પરિવારને ખુશ કરવા ભી આવું કરેલ હોય.
*🙏🏻પોલીસ ભરતી બોર્ડ ને જાણ કરી દેવામાં આવેલ છે અને હવે જે પણ સત્ય / તથ્ય હસે પોલીસ જ બહાર લાવી દેશે.🙏🏻*
*🙏🏻પોલીસ ભરતી બોર્ડ અને ગુજરાત પોલીસને એટલી જ વિનંતી કરીએ છીએ કે આ જ પ્રકારની MO(Modus Operandi) પ્રમાણે ગુજરાતમાં #ડમી_કાંડ ચાલે છે, પોલીસ ભરતી કે અન્ય કોઈપણ ભરતીમાં ઠોઠ વિદ્યાથીની પરીક્ષા હોંશિયાર વિદ્યાર્થી ન આપે તે માટે ખાસ કરીને સૌરાષ્ટ્ર સેન્ટર ઉપર તકેદારી રાખવામાં આવે.🙏🏻*
🙏🏻ઉપરની માહિતી માં ક્યાંય પણ અમારા સહયોગની જરૂર પડશે તો અમે નિઃસ્વાર્થ મદદ કરવા તૈયાર છીએ, તે વ્યક્તિ સાથે થયેલ વોટ્સએપ ચેટ અને એમાં મોકલેલ વિગત કે અન્ય કોઈપણ માહિતી જોશે તો અમે સંપૂર્ણ મદદ કરીશું.🙏🏻
#gujarat_police #gprb
https://x.com/YAJadeja/status/1933811210375360773?t=RWd-Ahxb0BQVYFAx19NRvg&s=19
❤️
👍
🙏
❤
🎉
11