જ્ઞાન સારથિ
June 15, 2025 at 06:52 PM
*આજરોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજીત લોકરક્ષક દળની(LRD) ભરતી પ્રક્રિયા શાંતિપ્રિય વાતાવરણમાં પારદર્શિતા સાથે પૂર્ણ થઈ તે બદલ પોલીસ ભરતી બોર્ડને આભાર સાથે અભિનંદન...🙏* 👉પરિક્ષાનું સુચારૂ અને નિર્વિવાદિત આયોજન કરનાર પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષશ્રી તથા તેમના સઘન કાર્યરત અધિકારીઓને ગુજરાતના દરેક યુવાન વતી હાર્દિક અભિનંદન અને આત્મિય શુભેચ્છાઓ પાઠવું છું.🙏 *👉આ પરીક્ષાનું સૌથી ઉલ્લેખનીય પાસું એ રહ્યું કે – રાજ્યના કોઈ પણ વિસ્તારમાંથી ગેરરીતિ, નકલ કે સંચાલનના મુદ્દે એકપણ નકારાત્મક સમાચાર પ્રાપ્ત થયા નથી. આ પ્રકારની દુર્લભ સ્થિતિમાં જ્યારે અગાઉના વર્ષોમાં અનેક પેપરલિકના કિસ્સાઓ સામે આવ્યા હતા, ત્યારે આ પ્રકારનું પારદર્શક આયોજન ખરો એક શ્રેષ્ઠ બદલાવ દર્શાવે છે.* 👉બોર્ડના અધિકારીઓએ સંપૂર્ણ પરીક્ષા પ્રક્રિયા માટે તદ્દન વ્યવસ્થિત અને વ્યાપક યોજના તૈયાર કરી હતી. પરીક્ષા કેન્દ્રોનું સમયસર જાહેર થવું, પ્રવેશપત્રની સરળતાથી ડાઉનલોડ થતી સિસ્ટમ, અને સમયપાલન સાથે કર્તવ્યનિષ્ઠ ટીમે પરીક્ષા યોજી – તે તમામ પરીક્ષાર્થીઓ માટે એક આશાસ્પદ અનુભવ સાબિત થયો.🎊 *👉શાંત વાતાવરણ અને કડક સુરક્ષા વ્યવસ્થા : પ્રશ્નપત્રોની ગોપનીયતા જાળવવામાં આવી, દરેક પરીક્ષા કેન્દ્ર પર CCTV, બાયોમેટ્રિક હાજરી તથા અધિકારીઓની સતત દેખરેખ હેઠળ પરીક્ષા યોજાઈ, આ માટે શાંતિપૂર્ણ વાતાવરણ અને સુચારુ વ્યવસ્થા માટે અધિકારીઓની પ્રશંસા કરવી યથાર્થ છે.* 🙏🏻અધ્યક્ષશ્રી સહિત સમગ્ર પોલીસ ભરતી બોર્ડે માત્ર ફરજ નહીં નિભાવી પરંતુ જવાબદારીથી આગળ વધીને 'વિશ્વાસ' સ્થાપિત કર્યો છે. ઘણા વર્ષે પરીક્ષાઓમાં થયેલા પેપરલિક, કૌભાંડો, પક્ષપાત અને વ્યવસ્થાના અભાવે વિદ્યાર્થી વર્ગમાં હતાશા અને રોષ વ્યાપી ગયો હતો. આવા સંજોગોમાં આ વર્ષે પરીક્ષાનું આયોજન ઉદાહરણરૂપ રહ્યું છે. નકલમુક્ત, ગિરિરિમુક્ત, સમયસર તથા ટેકનોલોજી આધારિત પરીક્ષા યોજી પોલીસ ભરતી બોર્ડે ફરી એકવાર માનદંડ ઊંચા નિર્ધારિત કર્યા છે. *👉પરીક્ષાના પ્રશ્નપત્રને લઈને દરેક પરીક્ષામાં વિદ્યાથીઓમાં જરૂર મતમતાંતર જરૂર જોવા મળે છે.આજનું પેપર કોઈને સરળ લાગ્યુ,તો કોઈને મધ્યમ તો,કોઈને અઘરું, પરંતુ આયોજન કે ગેરરીતિને લઈને કોઈ જ ફરિયાદ ગુજરાત માંથી ઉઠી નથી.* 👉કોઈ જાતના વિવાદ વિના સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂરી થઈ, આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં પણ આ પરિપૂર્ણતા અને પારદર્શિતા યથાવત્ રહશે. *🧑🏻‍🏫વિદ્યાર્થીઓના સપનાની પીઠબાહે પારદર્શી અને નિષ્પક્ષ વ્યવસ્થાની જરુરીયાત છે – અને પોલીસ ભરતી બોર્ડે એ જવાબદારી ઝીલીને નવી દિશા બતાવી છે.👮🏻પોલીસ ભરતી બોર્ડના તમામ અધિકારીઓને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન!🙏* #પારદર્શકપરીક્ષા #પોલીસભરતી #ગુજરાતપોલીસ #gujaratpolice #policerecruitment2025 #transparentrecruitment #youthtrust https://x.com/YAJadeja/status/1934322320728076774?t=sqbbL3O5RwkhgYurD_YDww&s=19
👍 🙏 🎂 11

Comments