જ્ઞાન સારથિ
June 16, 2025 at 07:25 PM
https://x.com/YAJadeja/status/1934692525778034921?t=ef9S9XcK37xk4l_G7nHStw&s=35 "વિજયભાઈ રૂપાણી : એક એવી સાદગી જે હવે કદાચ જોવા નહીં મળે" અચોક્કસ વિદાયે જ્યારે શબ્દો પણ નિષ્પ્રભ લાગે, ત્યારે સંસ્મરણ શબ્દ બની જાય છે – દિલમાંથી નીકળેલું એ ભારપૂરતો ભાવ, જે અંતરતાની અનુભૂતિ કરાવે છે અને એ એક નિઃખૂટ સંબંધની કલપના છે. આ સંસ્મરણ એ માટે નથી કે વિજયભાઈ રૂપાણીજી ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા, આ સંસ્મરણ એ દુઃખ છે – જે હવે કોઈને કહી શકાય તેટલું સરળ નથી. એ દુઃખ એ માટે છે કે એટલા નિખાલસ, નિર્દોષ, નિઃસ્વાર્થ અને સહજ સેવાભાવી વ્યક્તિ હવે આપણા વચ્ચે નથી. જેમની સાથે મારે "વ્યક્તિગત લાગણીના સંબંધો" હતા. 🙏🏻આ સંઘર્ષના રસ્તે ત્રણવાર આદરણીય રૂપાણીજી સાથે ભેટો થયો અને એ ત્રણેય વાર એમના મુખ્યમંત્રી પદે હોવા છતાંયે એમની મીઠાશ, પદવિથી પરંપૂર્ણ વિમુખતા અને લાગણીસભર માનવતાના સંવાદ અનુભવ્યા છે. મારી યાદ આજે પણ તાજી છે – બિનસચિવાલય પરીક્ષાના આંદોલન પછી જ્યારે તેઓને રૂબરૂ મળવાનો અવસર મળ્યો હતો. એમને ખબર પડી કે હું ગોંડલથી છું, તો તત્કાળ ભાવનાની હેલી આવી. "ઓહહો, રાજકોટ વાળું ગોંડલ ?" એમનો અવાજ ગુંજ્યો નહીં, પડઘો પડ્યો. એ એક પળમાં,એમના મોઢે એક સરળ સ્મિત, દિલથી પૂછ્યું –"બાપુ મૂળ ગામ કયું ? "બાપુ, શું લેશો ? નાસ્તો કરવો છે કે સીધું જમી લઈએ ?" આ પ્રશ્ન કદી મુખ્યમંત્રી કચેરીમાં પદસ્થ કોઈના મોઢેથી સાંભળવા મળ્યો હોય એવું થયું નહીં હોય. ત્રીસ થી ચાલીશ મિનિટ સુધી ખૂબ અલક મલકની વાત અને મુદ્દા સંદર્ભે વિચાર વિમર્શ થયા, નાસ્તો પાણી એ રીતે કરાવ્યું – જેમ કે મહેમાન ઘરમાં આવ્યા હોય અને આપણે પીરસતા હોય તેવા ભાવ સાથે. 👆🏻એ એક માત્ર પ્રસંગ નહોતો. LRD, 1/8/18 GR, GSRTC, ફોરેસ્ટ, હેડ ક્લાર્ક,પેપરલીક... દરેક મુદ્દે અમે સરકાર સામે લડતા રહ્યા. કેટલાંયે પ્રસંગે પોલીસ દ્વારા દુર્વ્યવહાર પણ થયો. એક વખત ખાસ કરીને – જયારે ઘણું દબાણ અને હેરાનગતી અનુભવાઈ – તો વાત એમના સુધી પહોંચતાં જ તાત્કાલિક ઠપકો આપ્યો, એ પણ સીધો – મધ્યસ્થી વિના. મને યાદ છે – એક વખત મારી પાસે પરીક્ષા સંબંધી ગેરરીતિ વિશે નક્કર માહિતી હતી, મે માહિતી અધિકારી અને અમુક અન્ય નેતાઓને આપી પણ કોઈ એકશન લેવા તૈયાર નહીં. મારી વાતને બધા અણસાંભળી ગયા.પણ અંતે જયારે આ વાત મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચાડી તો તેઓએ તરત મળવા બોલાવ્યા. માત્ર સાંભળી એટલું નહિ – તરત જ એક્શન લીધા, પરીક્ષા મોકૂફ રાખી. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ ન થાય એ માટે વિજયભાઈએ પોતે વ્યવસ્થા બદલાવી. મારું એમના સાથે રાબતો માત્ર ત્રણ "રૂબરૂ મુલાકાત" સુધી જ રહ્યો. છતાંય, એ ત્રણ મુલાકાત એવી હતી – જેમાં આપણે ઘરના વડીલને મળ્યા હોય એવું લાગતું, હું તો નહીંતર હંમેશા સામે પક્ષે રહેનાર,સરકાર સામે નિરંતર સવાલ ઊઠાવનાર, વિરોધક, આંદોલન ઉપર આંદોલન કરતો રહ્યો....છતાંયે ક્યારેય એમણે મને વિરોધી કે દુશ્મન સમઝ્યો નથી. એ જે "માનવતા" એમની અંદર હતી, એ બહુ જ દુષ્પ્રાપ છે. વિજયભાઈ રૂપાણી – નેતા તરીકે ગુજરાત એમને કેટલુ યાદ કરશે એ મને ખબર નથી. પણ હું એમને એક એવા માણસ તરીકે યાદ રાખીશ – જેમનો સ્વભાવ સરળ હતો જીવન સાદું હતું અને સેવા એકમાત્ર લક્ષ્ય હતું. વિજયભાઈ રૂપાણી – એ માત્ર ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નહીં, પણ એવું નામ હતું, જે સામાન્ય માણસના દુ:ખ અને જીવનની હકીકતો સાથે જોડાયેલું હતું. તેઓ મંત્રાલયમાં બેઠા હોઈ શકે, પણ દિલે હમેશા રસ્તે ચાલતા માણસના મુશ્કેલીઓ સુધી પહોંચતા રહ્યા. વિજયભાઈના સ્વભાવમાં જે સરળતા હતી, એ રાજકારણમાં દુર્લભ ગણાય. નાંખી શકાય એવી કોઈ કૃત્રિમતાનો લવલેશ નહિ. દેખાડા વિના, સરળ સ્વભાવથી પણ મોટી વાત કરી જતા. તેઓએ પોતાના કાર્યકાળ દરમ્યાન ભ્રષ્ટાચારથી અસ્થિર થયેલ પ્રજાને એક સ્થિર સંદેશ આપ્યો – "સફળ નેતૃત્વ એ છે, જ્યાં સ્વાર્થ ન હોય, માત્ર સેવા હોય." અન્ય નેતાઓ ગર્જના કરતા હતા, વિજયભાઈ મૌનમાં પણ સંદેશ આપી જતા. આના પછાડ એક એવું જીવનદર્શન હતું – જ્યાં સાદગી એ ઓરનામેન્ટ હતી. આજે તેઓ આપણી વચ્ચે નથી એ વાસ્તવિકતા સહન કરવી મુશ્કેલ છે. એક એવો માણસ, જે પાસે જતા નિજપણાની લાગણી થતી હતી, તે આજે સ્મૃતિમાં જ બચ્યો છે. વિજયભાઈ રૂપાણી જે મનથી "માસ-લીડર" નહોતો, પણ દિલથી "મેન ઓફ ધ પિપલ" હતા. જે સત્તાના શિખરે રહીને પણ સાદગી અને સૌમ્યતા સાથે જીવ્યા. તેઓ એવા રાજકારણી હતા, જેમના પડછાયામાં પણ પદનો ઘમંડ નહોતો.જેમનું નેતૃત્વ તાકાતથી નહીં પણ સરળતાથી ઓળખાતું હતું. તેઓ સત્તાની ઊંચાઈએ બેઠા હોવા છતાં, સામાન્ય માનવીની પાંખ બન્યા. ભાષણોથી નહિ, પણ વર્તનથી તેમણે માનવતાની ભાષા બોલી. કામમાં વ્યાવસાયિક નિષ્ઠા હતી, પણ જીવંત તત્વ લાગણીનું હતું.એમની સાદગીમાં શક્તિ હતી, અને એમના મૌનમાં પ્રતિભાવ.તેઓ રાજકારણના તપેલા નહીં, પણ જીવનના તપથી ચડેલા નેતા હતા. શ્રદ્ધાંજલિ એ વ્યક્તિ માટે નહી, એ ગુણો માટે હોય છે – જે આપણાં અંદર જીવવા લાયક હોય. વિજયભાઈનું સાદગીભર્યું જીવન કાયમી પ્રેરણા આપશે.🙏🏻 🙏🏻ૐ શાંતિ🙏🏻 https://x.com/YAJadeja/status/1934692525778034921?t=VVgLoSrrsnCoQUJPssmMgQ&s=19
🙏 ❤️ 👍 😂 18

Comments