જ્ઞાન સારથિ
June 21, 2025 at 03:46 AM
. "હા…#એ_તારી_જીત_જ_છે…" *બોગસ મંડળીઓ બનાવીને ખેડૂતના ખૂન પસીના ની કમાઈ પર ચરી ખાતા સહકારી સત્તાધીશોની શાન ઠેકાણે લાવી દીધી – એ તારી જીત જ છે.* સત્તાના સંસદભવનથી લઈને સરપંચ સુધી ફક્ત તને પાડવા ઊભા થઈ ગયા – એ તારી જીત જ છે. *જે ગામમાં તલાટી પણ સદભાગ્યે દેખાય, ત્યાં કેબિનેટ મંત્રી ને અવાડે બેઠા કરી દીધા – એ તારી જીત જ છે.* જે નેતા પોતાની ચેમ્બર માં નહોતા મળતા તે વિસાવદરના ગામના ચોરે આખી સચિવાલય ઊભી કરી દીધી – એ તારી જીત જ છે. *કથિત વિપક્ષ, અપક્ષ, પ્રસાશન,વહીવટીતંત્ર સત્તાધારી પાર્ટીની B ટીમ છે તેને ઉઘાડા પાડીને લોકોને સત્ય પીરસ્યું– એ તારી જીત જ છે.* 178 લગ્ન ના ઘોડા તો ઠીક 17 લંગડા ઘોડા ને તે પણ તે તારે તાલે નચાવ્યા – એ તારી જીત જ છે. *સરકારી અને સહકારી મશીનરીનો સંપૂર્ણ ગેરઉપયોગ કરવામાં આવ્યો તો પણ ક્યાય ચોકઠાં ગોઠવાયા નહીં – એ તારી જીત જ છે.* મુખ્યમંત્રીથી માંડી, કેબિનેટ મંત્રી, ધારાસભ્યો, રાજકીય એજન્ટો, તંત્રી, મંત્રી, સંત્રી, ભૂમાફિયા,બૂટલેગરો,મંડળી માફિયા ને વિસાવદર ના ભર બજારે દોડતા કરી દીધા –એ તારી હાજરીનો ડર અને – એ તારી જીત જ છે. *એક તારા ડરથી... હાલના તંત્રના કિલ્લા કંપી ગયા, – એ તારી જીત જ છે!* ખોટા વાયદા કે વચનો નહીં,પેરિસ જેવા રસ્તાઓ બનાવી દેવાના દીવાસ્વપ્ન નહીં, પણ તું રસ્તો બન્યો.. લોકોની લાગણી અને પીડાનો ! – એ તારી જીત જ છે. *ઉપર રાજગાદી, નીચે ડરગાદી, સાથે પેઈડ રિસોર્સ – અને તું...! ખાલી એક લોકશક્તિ સહારે– બધા સામે બાથ ભીડી, – એ તારી જીત જ છે.* લોકો અને તંત્ર વચ્ચે જ્યાં ઊભો હતો તારો અવાજ – એ અવાજ ચીસ બન્યો, લોક જાગૃતિ ફેલાવી, એ અવાજ ક્રાંતિની જ્વાળા બન્યો – એ તારી જીત જ છે! *બધાએ ભેગા મળી તને પાડવા / હરાવવા કાવાદાવા, ષડયંત્રો, દાવપેચો રમવા પડે – એ તારી જીત જ છે.* પરિણામ તો ફક્ત એક આંકડો છે... તારી હાજરીનું ‘તાંડવ’ અને લડતના યુદ્ધ મેદાનમાં જનતાનો વિશ્વાસ પ્રસ્થાપિત કરવો – એ તારી સૌથી મોટી જીત છે! *અને હા...આ લડત હજુ શરૂ થઈ છે... અહીંથી ઈતિહાસ લખવાની શરૂવાત થઈ છે – લોકો અને તંત્ર વચ્ચેની આ લડતમાં જીત તારી જ છે.* ✍🏻યુવરાજસિંહ જાડેજા (યુયુત્સુ) @Gopal_Italia #વિસાવદરનાં_ધરતીપુત્રને_નમન #એ_તારી_જીત_જ_છે https://x.com/YAJadeja/status/1936268833234297196?t=id87qmBplwPaX6XYd_j1Wg&s=19
👍 ❤️ 💯 👎 😢 22

Comments