
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ Official
June 13, 2025 at 05:21 AM
ભુજ તાલુકાના #રતીયામાં શાળામાં છતના પોપડા ખરતા #વિદ્યાર્થીઓ_ઇજાગ્રસ્ત
🛑પ્રાથમિક શાળામાં પોપડા પડતા 3 બાળકોને ઇજા પહોંચી
🛑બાળકોને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા
🛑ગામના પ્રાથમિક શાળાના હાલત છે જર્જરિત : ગામલોકો
📌ભુજ તાલુકાના રતીયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં રજાના સમયે લોબીની છતના પોપડા ખરી પડતા ત્રણ વિદ્યાર્થીઓને ઈજા થઈ છે. ઘવાયેલા વિદ્યાર્થીઓને સારવાર માટે ભુજની જી.કે જનરલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
*📌શાળામાં ધોરણ 1થી 8 સુધીમાં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ ઘટનાથી સ્થાનિક વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. શાળાના આચાર્યે અગાઉ જિલ્લા શિક્ષણ વિભાગને સમારકામ અંગે અરજી કરી હતી, પરંતુ કામગીરી ન થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે.📌*
📌ઘવાયેલા વિદ્યાર્થીઓમાં ધોરણ 1માં અભ્યાસ કરતા 7 વર્ષીય અસફાક અબ્દુલ અને ધોરણ 4ની વિદ્યાર્થિની સનાયા લિયકત બોરીયાને માથાના ભાગે ટાંકા આવ્યા છે. જ્યારે કરણ સામજી કોલીને પગના ભાગે સામાન્ય ઈજા થઈ છે.
📌શાળામાં મધ્યાહન ભોજનના અલ્પાહાર વખતે વિદ્યાર્થીઓ કલાસરૂમમાંથી બહાર નીકળ્યા એ દરમ્યાન અચાનક લોબી પરથી છતનો સ્લેબ તૂટી પડયો હતો નીચે પસાર થતા 9 વર્ષીય સનાયા લિયાક્ત ભોરિયા (ધો.4) અને કરણ શામજી કોલી (ધો.4)ને માથાના ભાગે મલબો વાગ્યો હતો જેમાં વિધ્યાર્થીનીને ટાંકા સહિતની ઇજાઓ થઈ હતી. જ્યારે 6 વર્ષીય અશફાક હમીદ ઓઢેજાને પગના ભાગે ઇજા થઈ હતી.
🙏🏻ભૂકંપ બાદ 2002મા આ શાળા બની હતી.વધુ કોઈ દુર્ઘટના થાય તે પહેલા શાળાનું નવીનીકરણ હાથ ધરી વિદ્યાર્થીઓને સુરક્ષા પ્રદાન કરવામાં આવે🙏🏻
https://x.com/YAJadeja/status/1933392539928695188?t=z2EWgd9EvAV5LLvhooOayA&s=19
😢
🙏
8