ગુજરાત શિક્ષિત યુવા સમિતિ Official
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ Official
June 20, 2025 at 09:16 AM
#lrd #pak 🛑લોકરક્ષકની લેખિત પરીક્ષાની Provisional Answer Key Update. ☝️લોકરક્ષકની લેખિત પરીક્ષાની Provisional Answer Key આજે સાંજે ૪ વાગ્યે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરાશે. 💢ઉમેદવારો તા.૨૩/૦૬/૨૦૨૫ના ૨૩.૫૯ વાગ્યા સુધીમાં ઓનલાઇન વાંધા/રજુઆત મોકલી શકશે. 📍ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫ના રોજ લેવામાં આવી હતી. આ લેખિત પરીક્ષામાં ૨,૩૭,૦૦૦ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. ✍️હાજર રહેલા તમામ ઉમેદવારોની OMR Sheet સ્કેન કરી, ઉમેદવારો જોઇ શકે તે માટે તા.૧૬/૦૬/૨૦૨૫ના રોજ વહેલી સવારે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવી હતી. 📍લેખિત પરીક્ષાની Provisional Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in તથા https://lrdgujarat2021.in ઉપર આજરોજ કલાકઃ ૧૬.૦૦ વાગ્યાથી જાહેર કરવામાં આવશે. 📌ઉમેદવારોને Provisional Answer Keyમાં જે જવાબની સામે વાંધા / રજુઆત હોય તો તા.૨૦/૦૬/૨૦૨૫ના કલાક ૧૬/૦૦ વાગેથી તા.૨૩/૦૬/૨૦૨૫ ના કલાક ૨૩.૫૯ વાગ્યા સુધીમાં ઓનલાઇન વાંધા/રજુઆત મોકલવાની રહેશે. 🛑ઓનલાઇન સિવાય અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ મળેલ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી. https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J
👍 🙏 8

Comments