Devusinh Chauhan

3.6K subscribers

Verified Channel

About Devusinh Chauhan

• Ex Union Minister of State for Communications. • Member of Parliament, Kheda Lok Sabha.

Similar Channels

Swipe to see more

Posts

Devusinh Chauhan
5/15/2025, 4:03:05 PM

આધુનિક ટેક્નોલોજીથી સજ્જ ભારતીય સેનાએ પ્રખર રાષ્ટ્ર ભક્ત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના દ્રઢ નેતૃત્વ હેઠળ "ઓપરેશન સિંદુર" દ્વારા આતંકી દેશ પાકિસ્તાન પર પ્રહાર કરી આપણા દેશના સૈન્યએ દુનિયાને ભારત દેશની તાકાત બતાવી છે ત્યારે ધાર્મિક આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, સામાજિક સંસ્થાઓના આગેવાનો, વહીવટી પાંખના વડાઓ દ્વારા પરાક્રમી સેનાના શૌર્ય અને સબળ નેતૃત્વના સન્માન, શહીદોને નમન હેતુ "તિરંગા યાત્રા" યોજી અને દેશનો જન જન તેમની પડખે છે તેવો સંદેશ આપ્યો.

👍 🙏 6
Video
Devusinh Chauhan
5/15/2025, 8:51:32 AM

ખેડા જિલ્લાના ONGC ને લગતા પડતર પ્રશ્નો અંગે ONGC ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરશ્રી પ્રસૂન સિંહા સાથે કલેક્ટર શ્રી, ખેડાની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન, નડિયાદ ખાતે બેઠક યોજાઈ.

Post image
👍 🙏 10
Image
Devusinh Chauhan
5/16/2025, 3:05:46 PM

#OprationSindoor દ્વારા ભારતની અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ સેનાના પરાક્રમ અને પ્રખર રાષ્ટ્ર ભક્ત માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના દ્રઢ નેતૃત્વને બિરદાવવા અને શહીદોને નમન હેતુ અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે તિરંગા યાત્રા યોજાઈ.

Post image
👍 ❤️ 🙏 10
Image
Devusinh Chauhan
5/16/2025, 7:46:16 AM

નડિયાદ નગરપાલિકાની સ્થાપનાને ૧૬ મે ના રોજ ૧૬૬ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા નડિયાદ પશ્ચિમ વિસ્તારની ઝોનલ ઓફિસ અને ₹6 કરોડ 48 લાખના ખર્ચે નિર્મિત અત્યાધુનિક સુવિધા સભર, સ્ટાફ ક્વાટર્સ સાથેના નવીન ફાયરબ્રિગેડનો શુભારંભ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાથે કરવામાં આવ્યો હતો. નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં વોટસ એપ નંબર 7202877707 પર વિવિધ ફરિયાદ નોંધાવા માટેની સેવાનું લોકાર્પણ કર્યું હતું જેના દ્વારા નાગરિકો ફરિયાદ નોંધાવી શકશે જેનો સૌને વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી, કમિશનરશ્રી ડિરેક્ ડે.કમિશનર,જિલ્લા ફાયર સુપ્રિટેન્ડેન્ટ ઉપસ્થિત રહ્યા હતા.

Post image
👍 ❤️ 🙏 4
Image
Devusinh Chauhan
5/17/2025, 10:31:30 AM

જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા સેવા સદન, નડિયાદ ખાતે યોજાઈ. ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈ, શ્રી કલ્પેશભાઈ પરમાર, શ્રી રાજેશભાઈ ઝાલા, કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોલીસ અધિક્ષક શ્રી તથા જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

Post image
👍 🙏 ❤️ 6
Image
Devusinh Chauhan
5/16/2025, 7:48:36 AM

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે "રકતદાન શિબિર" નું આયોજન કરવામાં આવ્યું ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, કલેકટરશ્રી , કમિશનરશ્રી, ડિરેક્ટરશ્રી અંકુરભાઈ દેસાઈઉપસ્થિત રહ્યા.

Post image
👍 🙏 7
Image
Devusinh Chauhan
5/18/2025, 7:04:09 AM

"રકતદાન એ જ મહાદાન" કઠલાલ મુકામે રકતદાન શિબિર યોજાઈ. કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવ, ધારાસભ્યશ્રી રાજેશભાઈ ઝાલા તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

Post image
👍 🙏 ❤️ 10
Image
Devusinh Chauhan
5/18/2025, 7:02:23 AM

દાતાશ્રી કલ્પેશભાઈ દલવાડી દ્વારા વસો ગામે પાણીની સુવિધા માટે દાનમાં આપવામાં આવેલ જગ્યાએ પીવાના પાણીના બોર તથા પમ્પિંગ મશીનરીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પ્રજાપિતા બ્રહ્માકુમારીના પૂ. તરૂદીદી, ધારાસભ્યશ્રી કલ્પેશભાઈ પરમાર, શ્રી અમિતભાઈ અમીન તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

Post image
👍 ❤️ 🙏 5
Image
Devusinh Chauhan
5/18/2025, 5:25:01 AM

કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ખેડાની કચેરી દ્વારા જિલ્લામાં ડી. જે. અને સાઉન્ડ સિસ્ટમના ધ્વનિ પ્રદૂષણ અને તેનાં કારણે સર્જાતી પ્રદુષણ, જાહેર સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતની જાળવણી માટે પ્રતિબંધાત્મક જાહેરનામું /આદેશ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેનો કડક અમલ આજરોજથી જિલ્લામાં થનાર છે.

Post image
👍 ❤️ 🙏 5
Image
Devusinh Chauhan
5/17/2025, 7:02:16 AM

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ખેડા જિલ્લાના વસો, માતર, ખેડા અને માતર તાલુકાના સહ સંગઠન દ્વારા વસો ખાતે આયોજિત ચોથા સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ તથા સૌ આયોજકોને શુભેચ્છા પાઠવી. પૂર્વ ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકી, શ્રી ચંદ્રેશભાઇ પટેલ તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

Post image
👍 🙏 5
Image
Link copied to clipboard!