BBC News Gujarati WhatsApp Channel

BBC News Gujarati

23.1K subscribers

Verified Channel

About BBC News Gujarati

This is BBC News Gujarati official WhatsApp Channel. BBC World Service provides news stories and analysis. A Collective Newsroom publication for BBC : https://www.bbc.com/gujarati Privacy Notice : https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo

Similar Channels

Swipe to see more

Posts

BBC News Gujarati
BBC News Gujarati
6/10/2025, 3:44:26 PM

મહેસાણામાં 44 વર્ષનાં એક મહિલાનું હાલમાં હડકવાથી મોત થયું છે. તેમને ગલૂડિયાના નખ વાગી ગયા હતા અને મળતી માહિતી પ્રમાણે તેમણે રસી લીધી નહોતી. કૂતરું કે કોઈ પણ પ્રાણી કરડે કે નખ મારે તો શું કરવું જોઈએ?👇 https://www.bbc.com/gujarati/articles/c0j73dzqv4zo?at_campaign=ws_whatsapp

😢 2
BBC News Gujarati
BBC News Gujarati
6/10/2025, 2:54:47 PM

ચંદ્ર કે મંગળ પરના લાંબા મિશન માટે ફળો અને શાકભાજી જેવા તાજા પાક જરૂરી છે. અવકાશમથકો પર નાના બગીચાઓ માત્ર ખોરાક જ નહીં, માનસિક આરામ પણ આપે છે. પૃથ્વીથી સેંકડો કિલોમીટર દૂર લીલા છોડ જોવાથી શાંતિ મળી શકે છે. ત્યાં છોડ કેવી રીતે ઊગે છે? 👇 https://www.bbc.com/gujarati/articles/cvgqy4ld1zzo?at_campaign=ws_whatsapp

👍 1
BBC News Gujarati
BBC News Gujarati
6/11/2025, 5:29:24 AM

"અમને કંઈ પણ ખબર ન હતી કે ઇંદિરા ગાંધીને એઇમ્સમાં લવાઈ રહ્યાં છે. ઇંદિરા ગાંધીને જ્યારે એઇમ્સમાં લાવવામાં આવ્યાં ત્યારે તેઓ લોહીથી લથપથ હતાં. ગોળીઓની તો કોઈ ગણતરી થઈ શકે એમ ન હતી." - દિલ્હી એઇમ્સનાં પ્રથમ મહિલા ડિરેકટર ડૉ. સ્નેહ ભાર્ગવે વિશેષ ઇન્ટરવ્યૂમાં શું કહ્યું? https://www.bbc.com/gujarati/articles/c0lnr996yl7o?at_campaign=ws_whatsapp

BBC News Gujarati
BBC News Gujarati
6/10/2025, 4:17:01 PM

“ઇંદિરા ગાંધીના ટોચના અમલદારો અને પક્ષના વફાદારોએ રાષ્ટ્રપતિ શાસન માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું.” – ઇંદિરા ગાંધીને પત્ર લખીને કોણે આ તકનો લાભ લેવાનું કહ્યું હતું? 👇 https://www.bbc.com/gujarati/articles/cn84nwd4jl6o?at_campaign=ws_whatsapp

👍 1
BBC News Gujarati
BBC News Gujarati
6/10/2025, 11:18:33 AM

અમદાવાદની ગાયિકા બેલડી એટલે મોસમ અને મલકા મહેતા. આ બંને સગી બહેનો છે. કોઈ એને સીતા-ગીતા કહે છે તો કોઈ તો વળી એમને તાના-રીરી પણ કહે છે. આ બંને જોડિયાં બહેનો સંગીતને આકંઠ પ્રેમ કરે છે. સંગીત બંને બહેનોના લોહીમાં વહે છે.👇 https://www.bbc.com/gujarati/articles/cj0930951qdo?at_campaign=ws_whatsapp

👍 1
BBC News Gujarati
BBC News Gujarati
6/11/2025, 2:35:16 AM

ભારતમાં 16 વર્ષ પછી વસ્તીગણતરી હાથ ધરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે 1 માર્ચ, 2027 વસ્તીગણતરી માટે સંદર્ભ તારીખ હશે. દેશમાં પહેલી વાર ડિજિટલ વસ્તીગણતરી હાથ ધરાશે અને સ્વતંત્ર ભારતમાં પહેલી વાર જાતિઓની વસ્તીગણતરીનો પણ તેમાં સમાવેશ કરવામાં આવશે. https://www.bbc.com/gujarati/articles/cx2jzrxnk0jo?at_campaign=ws_whatsapp

👍 1
BBC News Gujarati
BBC News Gujarati
6/11/2025, 9:32:50 AM

26 વર્ષીય સોફિનને ત્રણ પ્રયાસ પછી અમેરિકામાં તેમના સ્વપ્નની યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો અને સ્કૉલરશિપ પણ મળી. પછી તેમણે ત્યાં જવા અહીંની નોકરી પણ છોડી દીધી. અચાનક ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણય લીધો અને વિઝા એપોઇન્ટમેન્ટ અટકાવી દીધી. 👇 https://www.bbc.com/gujarati/articles/crk23zlerz4o?at_campaign=ws_whatsapp

😂 2
BBC News Gujarati
BBC News Gujarati
6/11/2025, 7:40:15 AM

ગુજરાતમાં હવે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. દેશમાં ચોમાસું વહેલું શરૂ થયું હોવા છતાં રાજ્યમાં વાવણીલાયક વરસાદ નથી થયો. તો ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદની આગાહી છે? https://www.bbc.com/gujarati/articles/cdxk0wkgwrro?at_campaign=ws_whatsapp

BBC News Gujarati
BBC News Gujarati
6/10/2025, 1:23:37 PM

કેરળમાં લગભગ એક સપ્તાહ વહેલું ચોમાસું આવી ગયું છે અને હાલ મહારાષ્ટ્રમાં સ્થિર થઈ ગયું છે. પરંતુ ગુજરાતને હજુ સુધી ગરમીમાંથી કોઈ રાહત મળી નથી. ક્યારે આવશે ચોમાસું? 👇 https://www.bbc.com/gujarati/articles/ckg4w40x5n8o?at_campaign=ws_whatsapp

👍 1
BBC News Gujarati
BBC News Gujarati
6/10/2025, 8:46:48 AM

હજારો કિલોમીટરની સફર, 11 રાજ્ય તથા 50થી વધુ જિલ્લા. બીબીસીએ પોતાની તપાસમાં 100થી વધુ પરિવારો સાથે મળીને જે તપાસ કરી, તેના મુજબ, કુંભની નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ઉત્તર પ્રદેશ સરકારે આપેલા આંકડા કરતાં ઘણી વધુ છે. જુઓ બીબીસી સંવાદદાતા અભિનવ ગોયલનો આ વિશેષ રિપોર્ટ. 👇 https://www.bbc.com/gujarati/articles/c30857ryjemo?at_campaign=ws_whatsapp

👍 🙏 4
Link copied to clipboard!